ધરપકડ:પાલનપુરના ઉત્તમપુરા મલાણા ગામે પત્નીની હત્યા નિપજાવી ફરાર થયેલો પતિ ઝડપાયો

બનાસકાંઠા (પાલનપુર)23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીને દબોચી લેવા માટે પાલનપુર પોલીસે અલગ અલગ ટીમોની રચના કરી હતી

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. જેને લઈ પાલનપુર તાલુકા પોલીસે આરોપીનેને શોધવા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી. જેમાં પોલીસ રાજસ્થાનના આરોપીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુર ના ઉત્તમપુરા મલાણા ગામે પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના નાસતા ફરતા રાજસ્થાનના આરોપીને પાલનપુર તાલુકા પોલીસે ઝડપી લીધો છે. જેમાં પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના બી.કે.પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ પોલીસ સ્ટેશનના સ્ટાફ ઉત્તમપુરા માલણ પતિ દ્વારા પત્નીની હત્યાના કેસના ગુનાના કામે નાસતા ફરતા આરોપી કિશન કુમાર ઉર્ફે વિશનારામ સોના રામ ગમેતી રાજસ્થાન પિંડવાડાના રહેવાસી ને ઝડપી લેવા પાલનપુર તાલુકા પોલીસની અલગ અલગ ટીમો બનાવેલ આરોપી સંબંધે મળેલી માહિતી વર્કઆઉટ કરી આરોપી પકડવા કરેલી હાથ ધરેલ જેમાં પાલનપુર તાલુકા પોલીસને મળેલી બાતમીના આધારે નાસતા ફરતા આરોપી વિશનારામ ગમેતીને ઝડપી લઈને તેના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જો કે ઉલ્લેખનીય છે કે પાલનપુર તાલુકા પોલીસ દ્વારા ટૂંકાગાળામાં પતિ દ્વારા પત્નીના હત્યાના ગુનાના તમામ આરોપીઓને ધરપકડ કરવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...