બનાસકાંઠામાં જળસંચય અભિયાનનો પ્રારંભ:બનાસ ડેરી અને જન ભાગીદારીથી જિલ્લાના 100 જેટલા તળાવ ઊંડા કરાશે, ઓઢવા ગામેથી અભિયાનના શ્રીગણેશ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દાંતીવાડાના ઓઢવામાં આજે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ

બનાસકાંઠામાં બનાસ ડેરી અને જન ભાગીદારીથી જળસંચય અભિયાન શરૂ થયું છે. દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામે આજે બુધવારે બનાસડેરી દ્વારા તળાવ ઊંડું કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જિલ્લામાં 100 જેટલા તળાવ બનાસ ડેરી લોકભાગીદારીથી ઊંડા કરશે અને વરસાદી પાણીનો સંગ્રહ થાય તેવા પ્રયત્નો કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસકાંઠાના સાણાદર ખાતે 75 તળાવ જળ સંચય અભિયાન માટે આહ્વાન કર્યું હતું. જો કે બનાસ ડેરીએ બનાસકાંઠામાં સો જેટલા તળાવ ઊંડા કરવાનું અભિયાન હાથ ધર્યું છે. ત્યારે સિંચાઈ અને પીવાના પાણીની પણ સમસ્યા છે. જો કે આ તમામ સમસ્યાઓના નિરાકરણને લઈને બનાસડેરી દ્વારા જળ સંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે અને તેની શરૂઆત આજે બુધવારે દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામેથી આ જળ સંચય અભિયાન ખુલ્લું મુકીને કરાઇ હતી.

દાંતીવાડા તાલુકામાં સિંચાઈના પાણીની સમસ્યા છે, પાણીના તળ નીચા ગયા છે. ત્યારે જળાશયોમાં પાણી ન હોવાના કારણે સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા છે. જો કે દાંતીવાડા તાલુકાના જળસંચય અભિયાન થકી તળાવ ઉંડુ કરવાની પ્રક્રિયા હાથ ધરાતાં ખેડૂતોને પણ આશા છે કે આ વર્ષે વરસાદ સારો આવશે અને આ તળાવ ભરાશે. જેનાથી ખેડુતોને સિંચાઈ અને પીવાના પાણીની તકલીફ નહિ પડે.

અન્ય સમાચારો પણ છે...