ઉમેદવારી પત્ર:વડગામ બેઠકના 'આપ' પાર્ટીના ઉમેદવારે પોતાના સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના વડગામ વિધાનસભા બેઠકમાં ભાજપ, કોંગ્રેસ, આપ, AIMIM એમ કુલ ચાર પક્ષોના ઉમેદવારો મેદાનમાં છે. ત્યારે આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપતભાઈ ભાટિયાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સમર્થકો સાથે વડગામ પ્રાંત કચેરી પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

વડગામમાં ચાર પક્ષો વચ્ચે જંગ
ગુજરાત 2022 વિધાનસભા ચૂંટણીને લઇ રાજકીય માહોલ ગરમાયો છે. તમામ રાજકીય પક્ષોએ પોતાના મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેથી ઉમેદવારો દ્વારા ફોર્મભરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લાની નવ વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જોકે, કોંગ્રેસે ત્રણ વિધાનસભા બેઠકના ઉમેદવારોના નામ હજુ જાહેર કર્યા નથી. આમ આદમી પાર્ટીના પણ મોટાભાગના ઉમેદવારો જાહેર થઈ ગયા છે. સમગ્ર ગુજરાતની નજર વડગામ વિધાનસભા સીટ પર રહેલી છે. વડગામમાં ભાજપ, કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત AIMIM પાટીએ પણ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપમાંથી મણિલાલ વાઘેલા, કોંગ્રેસમાં જીગ્નેશ મેવાણી, આમ આદમી પાર્ટીમાં દલપતભાઈ ભાટીયા અને AIMIMમાં કલ્પેશ સુંઢિયા ઉમેદવાર છે. ભાજપના ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારે ગઈકાલે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભર્યું હતું. જે બાદ આજે આમ આદમી પાર્ટીના ઉમેદવાર દલપતભાઈ ભાટીયાએ પોતાના સમર્થકો સાથે વડગામ પ્રાંત કચેરી પહોંચી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...