આપનો અનોખો વિરોધ:પાલનપુરના ભાજપ શાસિત પાલિકા સામે આમ આદમી પાર્ટીનો વિરોધ, કાર્યકરોએ ભરાયેલા વરસાદી પાણીમાં કમળ તરતા મુક્યા

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી વિરોધ કર્યો
  • વરસાદી પાણીનાં નિકાલની વ્યવસ્થા કરવા માંગ

પાલનપુરના સુખબાગ વિસ્તારમાં રોડ વચ્ચે ભરાયેલા ઢીંચણ સમા વરસાદી પાણીમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી ભાજપ શાસિત પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે. જોકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી છે.

પાલનપુર પાલિકા વરસાદી પાણીનો નિકાલ કરે તેવી માંગ
બનાસકાંઠા જિલ્લામાં ભાજપ સામે આમ આદમી પાર્ટી અનોખો વિરોધ જોવા મળ્યો છે. ગઈકાલે રાત્રે પાલનપુરમાં પડેલા એક ઇંચ વરસાદના કારણે પાલનપુરના સુખમાં વિસ્તારમાં ઢીંચણ સમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે હાઇવેથી શહેરમાં જવાના રસ્તા પરથી વાહનચાલકો તેમજ સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં આજે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એકત્ર થઈ સુખબાગ વિસ્તારમાં રસ્તા પર પડેલા ઢીંચણ સમા પાણીમાં ઉતરી ભાજપનું ચિન્હ કમળની નાવ પાણીમાં તરતી મૂકી વિરોધ કર્યો હતો. વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ના હોય પાલનપુર પાલિકા વરસાદી પાણીનો નિકાલ સત્વરે કરે તેવી માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...