જીવન ટૂંકાવ્યું:પાલનપુરની તીરુપતિ ટાઉનશિપ સોસાયટીમાં રહેતા દાહોદના યુવકે ફાંસો ખાઈ જતાં ચકચાર

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

પાલનપુર ડીસા હાઈવે નજીક આવેલી તિરૂપતિ ટાઉનશીપ સોસાયટીમાં રહેતા એક યુવકે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.આ બનાવે ચકચાર જગાવી છે.

પાલનપુર ડીસા હાઈવે નજીક આવેલી તિરૂપતિ ટાઉનશીપમાં રહેતા મૂળ દાહોદના હિતેશ કૌશલ શર્મા (ઉ.વ.33) પોતાના મકાનમાં બુધવારે સાંજના સુમારે કોઈ અગમ્ય કારણોસર ગળે દુપટ્ટો બાંધી પંખા સાથે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. આ અંગે નીતુ હિતેશકુમાર શર્માએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...