દુર્ઘટના:બાલારામ નદીમાં નાહવા પડેલો અમદાવાદનો યુવક ડૂબી જતાં મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

બાલારામ મહાદેવ મંદિર આવેલ નદીમાં અમદાવાદનો એક યુવક મિત્રો સાથે નાહવા પડ્યો હતો જ્યાં તે ડૂબી જતાં મોતને ભેટ્યો હતો.ચિત્રાસણી નજીક બાલારામ મહાદેવનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે જ્યાં અનેક લોકો ત્યાં દર્શન કરવા આવતા હોય છે તેમજ મંદિરની સામે જ બનાસ નદીમાં પાણી હોવાથી અનેક ભકતો ત્યાં સ્નાન કરતા હોય છે.

જોકે હાલમાં દિવાળીના તહેવારને લઈ શુક્રવારે અમદાવાદ શહેરના મિત્રો બાલારામ મહાદેવના દર્શન કરી નદીમાં સ્નાન કરવા નદીમાં પડ્યા હતા જોકે તેમાંના એક મિત્ર નદીમાં ડૂબી જતાં સ્થાનિકોએ યુવકને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો.જોકે સ્થાનિકોએ 108ની ટીમ આવે તે પહેલાં યુવકને મોતને ભેટ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...