અકસ્માત:મડાણા-ગઢ નજીક બે બાઈક સામ સામે અથડાતાં એક યુવકનું મોત

ગઢ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે યુવકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

પાલનપુર તાલુકાના મડાણા-ગઢ નજીક રામનગરથી દલવાડા જતાં માર્ગ પર સોમવારે બપોરના સમયે બે બાઈક ચાલક સામસામે અથડાતાં એક યુવકનું મોત નીપજ્યું હતું. રામનગરથી દલવાડા જતાં માર્ગ પર સોમવારે બપોરે એક બાઈક ચાલક ઓવરટેક કરવા જતાં સામેથી આવી રહેલા બાઈકને ટક્કર મારતા બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેના પગલે ઘટના સ્થળે લોકો એકઠા થયા હતા અને ગઢ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસ તપાસમાં મૃતક યુવક કાંકરેજના રાનેર જમાનાપાદરનો બલવંતજી અમથાજી ઠાકોર હોવાનું સામે આવ્યું હતું.

જેના પગલે પોલીસે લાશને પીએમ અર્થે ચંડીસર સીએચસી ખસેડવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત બે યુવકોને સારવાર માટે ખસેડાયા હતા. ત્યારબાદ મૃતક બળવંતજીના ભાઈ નટવરજી બાબુજી ઠાકોરે બાઇક નંબર જીજે-27-એએચ -8226 ના ચાલક સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...