ફરિયાદ:પાલનપુરના ગ્રામ્ય વિસ્તારની યુવતીએ પ્રેમ લગ્ન કર્યા, સાસરીયાએ ઘરમાંથી બહાર ન નીકળવા દીધી

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાસુએ મારે દીકરી જોઈતી હતી કહીને રૂ.50 હજાર માંગ્યા
  • પરિણીતાએે સાસરીયા સામે મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી

પાલનપુર તાલુકાના ગ્રામીણ વિસ્તારની એક પરિણીતાએ વડગામના કમાલપુરાના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે, સાસરીયાઓએ તેને ઘરમાંથી બહાર ના નીકળવા દઈ દહેજની માંગણી કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો.આ અંગે તેણે પાલનપુર મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પાલનપુર તાલુકાના એક ગામની યુવતીએ વડગામ તાલુકાના સુરેશભાઈ કેસાભાઈ ચૌધરી ( કુઆ) સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. એ દરમિયાન ગર્ભવતી થતા તેનો પતિ સાસરીમાં સંયુક્ત કુટુંબ સાથે રહેવા લઇ ગયો હતો.

જ્યાં કેસાભાઈ નરસંગભાઇ કુઆ, સવિતાબેન કેસાભાઈ કુઆ, મેઘરાજભાઈ નરસંગભાઈ કુઆ અને રાજુભાઇ કુઆએ તેણીનીના પતિની ચઢામણી કરી અને તારી પત્ની બીજા સમાજની છે. એને ઘરની બહાર ન જવા દઈશ નહીતો ભાગી જશે. એમ કહી ઘરની બહાર જવા દેતા ન હતા અને પિતા સાથે ફોન પર વાત પણ કરવા દેતાન હતા. ગર્ભવતી હોવા છતાં સાસુ ઘરનું બધું કામ કરાવતા હતા.

જ્યારે દીકરાનો જન્મ થતા સાસુ એ કહ્યું કે મારે દીકરી જોઈતી હતી એમ કહી અને ડીલવરીનો ખર્ચ 50 હજાર રૂપિયા પિતા પાસેથી લાવવા દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ ગુજાર્યો હતો. આ અંગેની ફોન કરી અને હકીકત કહેતા માતા અને મામાએ સાસરીમાં આવી અને પહેરેલા કપડે દીકરાને લઇ પિયર આવી ગયા હતા. અને પાલનપુર મહિલા પોલીસ મથકેે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...