અકસ્માત:સાંગલા નજીક વાહનની ટક્કરે બાઇક સવાર યુવકનું મોત

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજા યુવકને ઈજા થતાં સારવાર અર્થે ખસેડાયો

પાલનપુર તાલુકાના સાંગલા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે એક બાઈકને ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર યુવકનું ઘટના સ્થળે મોત નિપજયું હતું. તેમજ એક યુવકને ઇજા થતાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

પાલનપુર તાલુકાના સાંગલા નજીક ત્રણ રસ્તા પાસે પસાર થઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે બાઈકને સામેથી ટક્કર મારી હતી. જેમાં બાઇક સવાર દિનેશભાઈનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે સાયબાભાઈ પરમારને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે મૂળ અમીરગઢ તાલુકાના ઉપલાબંધના અને હાલ પાલનપુર તાલુકાના આકેડી ગામે રહેતા કાળુભાઈ પ્રેમાભાઈ ડુંગઈસાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...