લાખણી તાલુકાના આગથળા ગામના ભરતજી ગણાજી ઠાકોર અને પાચાજી ગણાજી ઠાકોર બન્ને જણા બાઇક નંબર જીજે-08-સીએલ-7089 પર સવાર થઇ જઇ રહ્યા હતા. ત્યારે ગોઢા રેલ્વે ફાટકથી આગળ રામપુરા ગામ તરફ થરાદ હાઇવે રોડ પર વિરાજી વકતાજી જાટના ખેતરની આગળ રોડ પર આખલો આડે આવી જતા અચાનક ભરતજી ગણાજીએ બાઇકને બ્રેક મારતા બાઇક પર પાછળ બેઠલા પાંચાજી ગણાજી ઠાકોર (ઉ.વ.35) જે રોડ પર પટકાઇ જતા તેમનું મોત નિપજ્યુ હતું.
આ અંગે ભરતજી ગણાજીએ ભીલડી પોલીસ મથકે જાણ કરતા ભીલડી પોલીસએ મૃતકનુ લાખણી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં પીએમ કરાવી મૃતદેહ વાલીવારસોને સોપવામાં આવ્યો હતો. જેની વધુ તપાસ એ.એસ.આઇ. જેન્તિભાઇ ચલાવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.