તપાસ હાથ ધરાઈ:અંબાજી ગયેલા વડગામના ચિત્રોડાના યુવકને અજાણ્યા શખ્સોએ દારૂ પાઇ, જીભ કાપી કાઢી

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
ભોગ બનનાર યુવક - Divya Bhaskar
ભોગ બનનાર યુવક
  • યુવકના પિતાના આક્ષેપ, પાલનપુર સિવિલમાં સારવાર અર્થે ખસેડયો
  • ભાઈએ બહેનને વોટ્સપથી માહિતી આપતાં પરિવારને જાણ થઈ

વડગામ તાલુકાના ચિત્રોડા ગામનો યુવક બુધવારે મિત્રો સાથે અંબાજી ગયો હતો. ત્યાં અજાણ્યા શખ્સોએ યુવકને દારૂ પીવડાવી જીભ કાપી નાખી મોઢામાં એસિડ નાખ્યાના પિતાએ તેમજ બહેનએ આક્ષેપ કર્યા હતા.યુવકે પોતાના મોબાઈલથી બહેનને વોટ્સપ પર મેસેજ કરી તમામ જાણ કરી હતી તેમજ ઘરમાં લોહી જોઈને બહેને 108ને જાણ કરી ભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

બાબુલાલ પરમાર બુધવારે મિત્રો સાથે અંબાજી ગયો હતો
વડગામ તાલુકાના ચિત્રોડા ગામનો ઉમેશકુમાર બાબુલાલ પરમાર (ઉ.વ.38) બુધવારે મિત્રો સાથે અંબાજી ગયો હતો તેવું યુવકની બહેને જણાવ્યું હતું. તેમજ આ અંગે ભારતીબહેન (યુવકની બહેન) જણાવ્યું હતું કે, હું ઘરે હતી ત્યારે મારા ભાઈ ઉમેશનો મારા મોબાઈલ ઉપર વોટ્સપ ઉપર મેસેજ આવ્યો કે, તેને લખ્યું કે મારા મોઢામાંથી લોહી આવે છે જેથી મેં કહ્યું સવારે દવખાને લઈ જઈશ પરંતુ મારા ભાઈએ મને વિડીઓ મોકલ્યા ત્યારે આખા ઘરમાં તેમજ કપડાં ઉપર લોહી જોઈને મૈં ફોન કર્યા ત્યારે તે મારો ફોન ઉપાડતો ન હતો.

યુવકને દારૂ પીવરાવી ઢોર માર મારી જીભ કાપી નાખી
જેથી અન્ય લોકોને મારા ઘરે જઈ તપાસ કરાવી ત્યારે ભાઈની હાલત વધુ ખરાબ હોવાથી 108 મારફતે મારા ભાઈને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. યુવકના પિતા બાબુલાલ પરમારે આક્ષેપ સાથે જણાવ્યું કે, હું મારી સાસરીમાં હતો મને જાણ થતાં હું તાત્કાલિક સિવિલમાં આવ્યો ત્યારે મને ડોક્ટરે કહ્યું રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે, યુવકને દારૂ પીવરાવી ઢોર માર મારી જીભ કાપી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...