અકસ્માત:વડગામના ચાંગા નજીક રિક્ષા પલ્ટી જતાં કાણોદરના યુવકનું મોત નીપજ્યું

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મારવાડા ગામે બાઈકચાલકે રાહદારીને ટક્કર મારતા સારવાર દરમિયાન મોત

વડગામના ચાંગા નજીક રિક્ષા પલ્ટી જતાં કાણોદરના યુવકનું મોત નીપજ્યું હતુ. કાણોદર ગામનો દેવુંસિંહ મથુરસિંહ ઠાકોર શનિવારે પોતાની રિક્ષા લઇને વડગામ તાલુકાના ચાંગા ભરકાવાડા રોડ તરફ પસાર થઈ રહ્યો હતો.દરમિયાન રિક્ષા પલ્ટી જતા ચાલકને પેટમાં ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યાં દેવુંસિંહ ઠાકોરનું મોત નીપજયું હતુ.

દાંતીવાડાના મારવાડા ગામના ઉજાભાઈ ગણાભાઈ 8 જૂનના રોજ ભત્રીજા પુનાભાઈ તેમજ તેની પત્ની ગોમતીબેન ત્રણેય જણ રિક્ષામાં મારવાડા ગામના હરિસિંહ વાઘેલાના ખેતરમાં જવા નીકળ્યા હતા. સાંજના સાત વાગ્યાના સુમારે રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન બાઈક નંબર જીજે 08 સીએચ 0415 ના ચાલકે પુનાભાઈને અડફેટે લેતા માથાના ભાગે ઇજા પહોંચતા દાંતીવાડા સરકારી દવાખાને લઇ ગયેલ હતા.પરંતુ દવાખાનું બંધ હોવાના કારણે યુવકને પાલનપુર સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં 9 જુને મોત નિપજયું હતું. પુજાભાઈ ગણાભાઈએ ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...