ભાસ્કર વિશેષ:બનાસકાંઠાના યુવકે સુરતની અનાથ યુવતીને પુત્રની માતા બનાવી તરછોડી, 181 અભયમે ન્યાય અપાવ્યો

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વર્ષ અગાઉ ધંધાર્થે નીકળેલા યુવકે યુવતી સાથે ફુલહાર કર્યા હતા

બનાસકાંઠાનો એક યુવક ઘરેથી નવસારી કમાવા ગયો હતો. જ્યાંથી તે મુંબઇ જઇ પોતે અનાથ હોવાનું કહી એક અનાથ યુવતી સાથે મંદિરમાં ફૂલહાર કર્યા હતા. જેમને ત્યાં પુત્ર જનમ્યો હતો. જોકે, તે પછી પત્નિને મુકીને પરત બનાસકાંઠામાં આવતાં તેણીઅે બનાસકાંઠા 181 અભયમની ટીમની મદદ લઇ ઘરે પહોચી ન્યાય મેળવ્યો હતો.બનાસકાંઠા જિલ્લાના એક યુવકના આઠ વર્ષ અગાઉ સાટા પધ્ધતિથી લગ્ન થયા હતા. જોકે, ત્રણ વર્ષ અગાઉ ઘરેથી નવસારી કમાવવા ગયા પછી ઘરે પરત આવ્યો ન હોઇ પત્નિએ સામેથી છુટાછેડા લીધા હતા.

દરમિયાન મુંબઇ જઇ આ યુવકે પોતે અનાથ હોવાનું જુઠ બોલી એક અનાથ યુવતી સાથે મંદિરમાં ફૂલહાર કર્યા હતા. જેમને ત્રણ માસ પહેલા પુત્રનો જન્મ થયો છે. જોકે, યુવક તેની પત્નિને કહ્યા વગર લાંબો સમય સુધી બહાર રહેતો હતો. જેમાં પણ છેલ્લા 15 દિવસ પહેલા વતનમાં જાઉ છુ તેમ કહી ઘરે ન આવતાં તેણી પુત્રને લઇને બનાસકાંઠામાં આવી હતી. જ્યાં બનાસકાંઠા 181 અભયમની મદદ લઇ તેના પતિના ઘરે પહોંચી હતી. જોકે, પરિવારજનોએ યુવક અહિંયા આવ્યો ન હોવાનું જણાવ્યું હતુ. આથી જ્યાં કાઉન્સેલરે પરિવારજનોને સમજાવતાં તેને રાખવા માટે તૈયાર થયા હતા.

છુટાછેડા થતાં બહેનનો સંસાર વિખરાયો
યુવકના સાટામાં છુટાછેડા થતાં તેની બહેનનો સંસાર પણ વિખેરાયો છે. ચિંતામાં બહેનને હેમરેજ થઇ ગયું છે. આંખોનું ઓપરેશન કરાવવું પડ્યું છે.

હું મજુરી કરીને પરિવારનું ગુજરાન ચલાવીશ મને અહીંયા રખાવો: યુવતી
મુંબઈથી ત્રણ માસના બાળકને લઇને પતિને શોધતી શોધતી બનાસકાંઠામાં આવેલી અનાથ યુવતીએ 181 અભયમની ટીમને જણાવ્યું હતુ કે, હું મજુરી કરીને પણ પરિવારનું ગુજરાન ચલાવીશ. મને પતિના ઘરે રખાવો આથી કાઉન્સેલરે બે કલાક સુધી કાઉન્સિલીંગ કરી તેમને સમજાવ્યા હતા.

અગાઉ યુવકના વિરૂધ્ધમાં નોટિસ અાપી હતી
યુવક ઘરેથી કમાવા ગયા પછી લાંબા સમય સુધી પરત આવ્યો ન હતો. આથી એક વર્ષ અગાઉ પરિવારજનોએ તેની સાથે કોઇ વ્યવહાર ન હોવા અંગેની નોટિસ પણ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...