દુર્ઘટના:પાલનપુર નજીક ટ્રેનમાંથી પડી જતાં યુવકનું મોત થયું

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે વાલી વારસોની શોધખોળ હાથ ધરી

પાલનપુર કરજોડા વચ્ચે ચાલુ ટ્રેનમાંથી પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું. રેલવે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વાલી વારસોની શોધખોળ હાથ ધરી હતી.પાલનપુર કરજોડા ટ્રેક ઉપર પસાર થઈ રહેલી જયપુર બાંદ્રા અરાવલી એક્સપ્રેસમાંથી શનિવારે રાત્રે એક યુવક નીચે પડી ગયો હતો. જેને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે જ મોત થયું હતું.

પાલનપુર રેલવે પોલીસે જણાવ્યું હતું કે, 34 વર્ષીય યુવકે શરીર ઉપર આખી બાયનું કાળુ ટીશર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેર્યું છે. ડાબા હાથ ઉપર અંગ્રેજીમાં કાલુસિંગ એચ અને કિરણનું લખાણ લખેલું છે. વાલી વારસોએ પાલનપુર રેલવે પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...