ભાસ્કર વિશેષ:એક વર્ષ અગાઉ વૃદ્ધાએ કહ્યું હતું,મારા મૃત્યુ પછી પતિની પાસે જ દફનાવજો, હિંદુ યુવા સંગઠને વચન નિભાવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડીસામાં વૃદ્ધાનું નિધન થતા મૃતદેહ વતન ખોડા પહોંચાડી દફનાવાયો

ડીસા નવા બસ સ્ટેન્ડ નજીક ઝુપડપટ્ટીમાં એકલા રહેતા 70 વર્ષીય વૃદ્ધાએ એક વર્ષ અગાઉ ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખને કહ્યું હતું, બેટા મારા નિધન પછી મારા મૃતદેહને વતનમાં લઈ જઈ મારા પતિની પાસે દફનાવજો. દરમિયાન શનિવારે વૃદ્ધાનું નિધન થતા તેમનું વચન નિભાવી મૃતદેહને વતન ખોડા લઈ જવાયો હતો. જ્યાં પતિની પાસે જ દફનવિધિ કરાઇ હતી.

ડીસા હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીએ જણાવ્યું હતું કે, ડીસા નવા બસ સ્ટેન્ડની બહાર આવેલી ઝૂંપડપટ્ટીમાં સેવાના કાર્ય અર્થે અવારનવાર જવાનું થતું હતું. જ્યાં ઝુંપડું બાંધીને એકલા રહેતા 70 વર્ષના શાંતાબાએ એક વર્ષ પહેલાં મને કહ્યું હતું કે, બેટા લોકોની સેવા તો કરો છો. પરંતુ મારી એક સેવા જરૂર કરજો. હું મૃત્યુ પામું ત્યારે મારો મૃતદેહ વતનમાં લઈ જઈ મારા પતિની બાજુમાં જ દફનાવજો.

દરમિયાન શનિવારે સાંજે ફોન આવ્યો હતો કે શાંતાબા રહ્યા નથી. તેમના પરિવારમાં કોઈ ન હોવાથી અંતિમક્રિયા માટે સગવડ કરી આપો. આથી ઝૂંપડપટ્ટીમાં જઈ એમના સગાને રોકડ રકમ આપી અંતિમ ક્રિયા માટેની વ્યવસ્થા કરી આપી હતી. તેમજ તેમને આપેલું વચન નિભાવતા તેમનો મૃતદેહ ખોડા ગામે લઈ જઈ તેમના પતિની બાજુમાં જ દફનાવવામાં આવ્યો હતો.

દીકરીએ પિતાની સારવાર માટે મદદ માગી સંગઠનને તાત્કાલિક 40,000 આપ્યા
ડીસાની એક દીકરીએ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ નીતિનભાઈ સોનીને ફોન કરી કહ્યું હતું. મારા પિતાજી પાલનપુર માવજત હોસ્પિટલમાં દાખલ છે. એમને બીપી વધી જતા હેમરેજ થવાથી ઓપરેશન કરાવ્યું છે. મદદ કરો. આથી દીપકભાઈ કછવા, અમિતભાઈ ત્રિવેદી, રવિભાઈ સોલંકી, વિજયભાઈ ઠાકોર, કનુભાઈ સોલંકી, જીગરભાઈ ઠક્કર, ભરતભાઈ ઠક્કર, આકાશ કે સોની, પ્રકાશસિંહ સોલંકી દસાણાવાસ, જયદીપભાઈ ચોખવાલા, કિશન ગુજ્જર, અંકુરભાઈ રઘુવંશી, હિતેશભાઈ સોની અને રામભરોસે વાળા મિત્રોના સહયોગથી રૂપિયા 40 હજાર જમા કરાવ્યા હતા કુલ બિલ રૂપિયા 1,73,000 એક લાખ તોતેર હજાર હતું. પહેલા 68000 જેટલી રકમ પરિવાર દ્વારા ભરાઈ હતી. 40,000 જમા કરાવતાં હજી બિલ 60,000 બાકી છે જે માટે ફરી કઈક મદદ કરીશું.

અન્ય સમાચારો પણ છે...