અકસ્માત:એસટીની અડફેટે ચિત્રોડાની મહિલાનું મોત

લાખણી20 દિવસ પહેલા
  • કૉપી લિંક

થરાદ - ડીસા હાઇવે પર બસની ટક્કરથી લાખણીના ચિત્રોડા ગામની આધેડ મહિલાનું મોત નિપજતાં અરેરાટી પ્રસરવા પામી હતી. આગથળા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદના આધારે નાસી છુટેલ બસના ચાલક સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.થરાદ - ડીસા હાઇવે પર શુક્રવારે સવારે જીજે-18-ઝેડ-2996 નંબરની માણસા ડેપોની બસ પુરઝડપે થરાદ તરફ આવી રહી હતી. આ વખતે અગીયાર વાગ્યાના સુમારે લાખણીના ચિત્રોડા ગામની કમીબેન શિવાભાઇ વાલ્મિકી નામની આધેડ અને મજુરી કામ કરતી મહિલા રોડ ક્રોસ કરતાં તેને બસચાલકે બેદરકારી ભર્યું ડ્રાઇવિંગ કરી અડફેટે લઇને ટક્કર મારી હતી.

આથી રોડ પર પટકાવાના કારણે તેણીને ગંભીર ઇજા થતાં કરૂણ અને કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જો કે બસચાલક બસ મુકીને નાસી છુટ્યો હતો. બનાવને પગલે ટ્રાફિક પણ થવા પામ્યું હતું. બનાવની જાણ કરવામાં આવતાં આગથળા પોલીસ સ્થળ પર દોડી આવી હતી.અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકના પુત્ર નરસિંહભાઇ શિવાભાઇ વાલ્મિકીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...