કાર્યવાહી:ભાભરના અસાણામાં ખેતરમાં જવા ન દેતા મહિલાનો આપઘાત

પાલનપુર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ શખ્સો સામે પોલીસે દુષ્પ્રેરણનો ગુનો નોંધ્યો

ભાભર તાલુકાના અસાણા ગામે સપ્તાહ અગાઉ એક પરિણીતાએ ઝાડ ઉપર ગળે ફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેમાં ત્રણ શખ્સોએ ખેતરના રસ્તે ચાલવા બાબતે ત્રાસ ગુજારતાં હોઇ અંતિમ પગલું ભર્યુ હોવાનું સામે આવ્યું હતુ. આ અંગે તેણીને મરવા માટે મજબુર કરનારા ગામના ત્રણ શખ્સો સામે પોલીસે દુષ્પ્રેરણનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ભાભર તાલુકાના અસાણા ગામે રહેતા શીવાબેન રમેશજી ઠાકોર (ઉ.વ. 45)એ સપ્તાહ અગાઉ ઘરની બાજુમાં આવેલા લીમડાના ઝાડની ડાળીએ સાડીથી ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. જેને ખેતરના રસ્તે ચાલવા બાબતે ગામના સાગરજી રમુજી ઠાકોર, જયંતીજી રમુજી ઠાકોર અને રમુજી ભારાજી ઠાકોર ત્રાસ ગુજારતાં હોવાનું સામે આવ્યું હતુ.

આ અંગે મૃતકના પતિ રમેશજી બાબુજી ઠાકોરે ભાભર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે મરવા માટે દુષ્પ્રેરણનો ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...