• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • A Unique Celebration Of The New Year In Chhathonesada Village On The India Pakistan Border, People Gather Together And Receive Each Other's Blessings.

વર્ષોની પરંપરા અકબંધ:ભારત-પાકિસ્તાનની બોડર પર આવેલા ચોથાનેસડા ગામમાં નવા વર્ષની અનોખી ઉજવણી, તમામ લોકો એકઠાં થઈ એકબીજાના આર્શીવાદ મેળવે છે

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના સરહદી વિસ્તાર ભારત-પાકિસ્તાનની બોડર પર આવેલા વાવ તાલુકાના ચોથાનેસડા ગામમાં પરમાર વાસમાં નવા વર્ષની અનોખી ઉજવણી કરવામાં આવે છે. આ ગામના તમામ વૃદ્ધો, યુવાનો, વડીલો, માતાઓ બહેનો બધા એક જગ્યાએ ભેગા થઈ એકબીજાના આશીર્વાદ લઇ બેસતાં વર્ષની ઉજવણી કરે છે. નવા વર્ષના પ્રથમ દિવસે તમામ લોકો વડીલોના અને માતાઓને પગે લાગીને આશીર્વાદ મેળવે છે.

નવા વર્ષની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી
ચોથાનેસડા ગામમાં તમામ લોકો એકઠા થઈ નવા વર્ષની હર્ષઉલ્લાસ સાથે ઉજવણી કરે છે. આ પરંપરા કેટલાય વર્ષોથી ચાલી રહી છે. તમામ લોકો ભેગા મળી એકબીજાના આશીર્વાદ લઇ અને એકબીજાના ઘરે જઈ ચા-પાણી કરી છૂટા થાય છે.

તમામ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે
આ અંગે સ્થાનિક અગ્રણીએ જણાવ્યું હતું કે, ચોથાનેસડા ગામ પાકિસ્તાન સરહદથી લગભગ 5 કિલોમીટર દૂર છે. અમારા ગામમાં વર્ષોથી નાના બાળકોથી લઈ વૃદ્વ સુધીના તમામ લોકો એક જ જગ્યાએ એકઠા થઈને નવા વર્ષની ઉજવણી કરે છે. તમામ લોકો હળીમળીને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે.

અન્ય સમાચારો પણ છે...