સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ, પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા સ્વસ્તિક બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું સ્વસ્તિક બાળમેળા નો શુભારંભ પ્રસંગે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ નદાજી ઠાકોર, પાલનપુર ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર, પાલનપુર નગરપાલિકા પ્રમુખ કિરણબેન રાવલ,પાલનપુર ભાજપ પ્રમુખ દિનેશભાઇ પટેલ,હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી,પાટણ ના સેનેટ સદસ્ય ગૌરાંગ પાધ્યા,મંડળના ઉત્સાહી પ્રમુખ રમેશભાઇ પટેલ,મંત્રી જયંતિભાઇ ઘોડા, સુનિલભાઈ સાલવી, મુકેશભાઈ, રોહિતભાઈ, જીગ્નેશભાઈ, અશોકભાઈ, પ્રકાશભાઈ, હસમુખભાઈ, શંકરભાઈ, સહિત મંડળના તમામ પદાધિકારીઓ અને સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ વિભાગના આચાર્યો વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં આ સ્વસ્તિક બાળમેળામાં ચિત્રકલા-હસ્તકલા, સામાજીક જીવન વ્યવહાર, ભાષા- પર્યાવરણ, તાર્કિક ગેમ,માટીકામ,ગણિત- વિજ્ઞાન,ગીત-સંગીત કલા, સેલ્ફી ઝોન,કિડ્ઝ ઝોન,પશુ-પંખી ઓળખોના વિવિધ વિભાગો શરુ કરવામાં આવ્યા હતા.
જે અંતર્ગત તમામ વિભાગોમાં શહેરની અન્ય વિવિધ શાળાઓનાં 3 થી 7 વર્ષના બાળકો મુક્ત મને વિવિધ પ્રવ્રુત્તિમાં હર્ષભેર સહભાગી થયા હતાં સ્વસ્તિક બાળમેળા માં બાળકો અને આજની શહેરી પેઢી ગ્રામ્યજીવનના વાતાવરણ ની જાણકારી મેળવે તે હેતુથી તૈયાર કરાયેલ "ગામડાનું ઘર" ખુબજ લોકપ્રિય અને લોકોમાં આકર્ષણ નું કેન્દ્ર બન્યુ હતું આ "બાળમેળા"માં ઉપસ્થિત રહેનાર સૌ બાળકો અને વાલીઓએ વિવિધ વિભાગોમાં ઉત્સાહપુર્વક જોડાયા હતાં. આ પ્રસંગે ઉપસ્થિત સૌ બાળકો અને વાલીઓ શાળાનુ "અમે સ્વસ્તિક વાળા....!!" સ્વસ્તિક ગીત રજુ થતાં ગીતના તાલે ઝુમી ઉઠ્યા હતાં.
છેલ્લા બે દિવસથી પાલનપુર ખાતે અને અનેરુ આકર્ષણ ઉભુ કરનાર સ્વસ્તિક બાળમેળા નુ સમગ્ર આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઇ પટેલની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. આ સ્વસ્તિક બાળમેળાને સફળ બનાવવા આચાર્યા દર્શનાબેન મોદી, ઇંગ્લિશ મિડિયમના આચાર્યા હેતલબેન રાવલ,બાળમેળાના ઇ.શિક્ષિકા નયનાબેન ઠાકોર, હાઇસ્કૂલ વિભાગના આચાર્ય મણિભાઇ સુથાર-મહેન્દ્રભાઇ પંચાલ, સ્વસ્તિક પ્રાથમિક શાળાનાં આચાર્ય મહેશભાઇ પટેલ, ઉપાચાર્ય રવિન્દ્રભાઇ મેણાત,સ્વસ્તિક મહિલા કોલેજના પ્રિન્સિપાલ નેહલબેન પરમાર, આર્ટ એકેડમીના કો-ઓર્ડિનેટર નયન ચત્રારિયા,સ્પોર્ટ્સ એકેડમીના કો-ઓર્ડિનેટર જીતુભાઇ પટેલ, રામભાઈ, રોશનીબેન પ્રજાપતિ,સહિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફે ખુબજ જહેમત ઉઠાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.