"જોર લગાકે હઈશા":ડીસાની સરસ્વતી સ્કૂલ ખાતે સાંસદની અધ્યક્ષતામાં રસ્સાખેંચ સ્પર્ધા યોજાઇ, પુરુષોની સાથે મહિલાઓએ પણ જોર લગાવ્યું

પાલનપુર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઇ, મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લીધો
  • રસ્સા ખેંચ સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા

ડીસા શહેરમાં આવેલ સરસ્વતી સ્કૂલ ખાતે બનાસકાંઠા જિલ્લાના સંસદ સભ્ય પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં રમતવીરોએ ભાગ લઇ સારું પ્રદર્શન કર્યું હતું. આ રસ્સાખેંચ સ્પર્ધામાં પુરુષોની સાથે મહિલાઓએ પણ પોતાની તાકાતનું પ્રદર્શન કર્યુ હતું. નોંધનીય છે કે સાંસદ રમતગમતની ઉજવણી અંતર્ગત આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓ માટે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. દર વર્ષે રમતવીરો માટે ઉજવાતા ખેલ મહાકુંભ અંતર્ગત અનેક રમતવીરો પોતાનામાં રહેલ કૌશલ્ય શક્તિ બતાવી રમતક્ષેત્રે પ્રગતિ કરતા હોય છે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા ગ્રામિણ વિસ્તારના વિદ્યાર્થીઓ રમત વિશે જાણતા થાય અને પોતાના ગામનું નામ રોશન કરે તેથી દર વર્ષે ખાસ ખેલ મહાકુંભ યોજવામાં આવે છે જેમાં અસંખ્ય રમતવીરો વિવિધ રમતોમાં ભાગ લઇ સારું પ્રદર્શન કરતા હોય છે. જેના અંતર્ગત હવે રાજ્ય સરકાર દ્વારા સાંસદ રમત-ગમતની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં સાંસદ સભ્યની અધ્યક્ષતામાં રમત ઉત્સવની ઉજવણી કરવાનું સરકારે નક્કી કર્યું છે.

મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા

જેના અંતર્ગત આજે ડીસા તાલુકાની આખોલ ગામે આવેલી સરસ્વતી સ્કૂલ ખાતે પણ બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાની રસ્સાખેંચ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રસ્સાખેંચ સ્પર્ધામાં મોટી સંખ્યામાં રમતવીરો જોડાયા હતા અને પોતાનામાં રહેલા કૌશલ્ય શક્તિનો દેખાવ કરી વિજેતા બન્યા હતા. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા આ રમત-ગમત વિદ્યાર્થીઓ સહિત મોટા સૌ કોઈ જોડાઈ રહ્યા છે અને આટલી મોટી ઉંમરમાં પણ નાનપણ જેવી રમતો રમતા રમતવીરો જોવા મળ્યા હતા.

મહિલાઓ પણ રસ્સાખેંચ સ્પર્ધામાં જોડાઈ

આજે યોજાયેલી આ રસ્તા કે સ્પર્ધામાં પુરુષો સાથે મહિલાઓ પણ રસ્સાખેંચ સ્પર્ધામાં જોડાઈ હતી. આ સ્પર્ધામાં બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઇ પટેલ, પરાગભાઈ માલવી, વિજયભાઈ વાઘેલા, દલાભાઈ પટેલ, ચુનાભાઈ પટેલ, આનંદભાઈ ચૌધરી, ભરતભાઈ ઠાકોર હરજીભાઈ ચૌધરી હાજર રહ્યા હતા. તેમજ આ સમગ્ર રસ્સા ખેંચ સ્પર્ધાનું સફળ આયોજન વસતાભાઈ ચૌધરી, હરેશભાઈ ચૌધરી, વસંતભાઈ પરમાર અને શામળાજી ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. આજે યોજાયેલી આ રસ્સા ખેંચ સ્પર્ધામાં મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...