પાંચ ટ્રકનો અકસ્માત:પાલનપુર-આબુ હાઇવે પર અમીરગઢ નજીક ટ્રકનું ટાયર ફાટ્યું, પાછળ આવતી પાંચ ટ્રક અથડાઇ

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર આબુ હાઇવે પર અમીરગઢ ઢોલીયા પાટીયા પાસે પાંચ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાઇ હોવાની ઘટના સામે આવી છે. જેમાં આઇસર ટ્રકનું ટાયર ફાટતાં પાછળથી આવેલા પૂર ઝડપે ટકો એક બાદ એક અથડાતા કુલ પાંચ ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં એક ટ્રક ચાલકને ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનું સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માતના કારણે લોકો જીવ ગુમાવી રહ્યા છે જેમ આજે પાલનપુર-આબુરોડ હાઈવે પર અમીરગઢના ઢોલિયા ના પાટીયા નજીક એક આગળ જઈ રહેલા આઈસર ટ્રક ટાયર ફાટતા આઈસર ટ્રક બેકાબૂ બની હતી. જેમાં પાછળથી આવતા ટ્રકચાલકે આઇસર ટ્રકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જે બાદ પાછળથી આવી રહેલા ટ્રકો એક બાદ એક અથડાતા કુલ પાંચ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ટ્રકચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના કારણે પાલનપુર આબુરોડ હાઇવે પર ટ્રાફિકના દ્રશ્યો સામે આવતા અમીરગઢ પોલીસ ઘટના સ્થળ પર દોડી પહોંચી ટ્રાફિક નિયંત્રણ કરાવ્યું હતું અને અકસ્માત ને લઈ આગળની તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...