ટ્રકના બે ટુકડા થઇ ગયા:અમીરગઢ નેશનલ હાઇવે પર 30 ફૂટ ઉંચા બ્રિજ પરથી પુરઝડપે જતી ટ્રક નીચે ખાબકી, ડ્રાઇવરનો આબાદ બચાવ

પાલનપુર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અકસ્માતના પગલે અમીરગઢ પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રકને ક્રેનથી ખસેડી વધુ તપાસ હાથ ધરી

અમીરગઢ પાસે પસાર થતા પાલનપુર-આબુરોડ નેશનલ હાઈવે-27 પર અમીરગઢ પોલીસ સ્ટેશનની આગળ હાઈવે બ્રિજ પરથી 30થી ફૂટ નીચે ટ્રક ખાબકી હતું. બ્રિજ પરથી ટ્રક નીચે ખાબકતા જ ટ્રકના બે ટુકડા થઇ ગયા હતા. જોકે, સદનસીબે ડ્રાઇવરનો આબાદ બચાવ થયો હતો.

ટ્રકના બે ભાગ થઈ ગયા

બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં અકસ્માતમાં એક બાદ એક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. જેમાં આજે એક અમીરગઢ નેશનલ હાઇવે પર અમીરગઢ પોલીસ સ્ટેશન પાસે બ્રિજ પરથી 30 ફૂટ નીચે ટ્રક નીચે ખબકતા ટ્રકના બે ભાગ થઈ ગયા હતા.

મોટી દુર્ઘટના ટળી

બ્રિજ પરથી ટ્રક નીચે પડતા નીચે કોઈ વાહન પસાર ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. ટ્રક બ્રિજ પરથી નીચે પડતા ડ્રાઇવર તેમજ ક્લીનરનો આબાદ બચાવ થયો હતો. અમીરગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેન દ્વારા ટ્રકને સાઈડમા કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...