કાર્યવાહી:રાજસ્થાનથી 33 પશુઓ ભરેલી ટ્રક અમદાવાદ પહોંચે તે પહેલાં પાલનપુરના ગૌરક્ષકોએ ઝડપી

પાલનપુર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગૌરક્ષકોએ પશુઓ બચાવી ક્લિનર અને ડ્રાઇવરને સામે ગુનો નોંધાવ્યો

રાજસ્થાનથી પશુ ભરેલી ટ્રક અમદાવાદ કતલખાને પહોંચે તે પહેલા પાલનપુર ગૌરક્ષકોએ એરોમાં સર્કલ નજીક 33 પશુઓ સાથે ડ્રાઇવર તેમજ ક્લિનરને ઝડપી પાડી બન્ને સામે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પાલનપુર વિરબાઈ ગેટ માળીવાસમાં રહેતા રાહુલ વિજયકુમાર જૈન તેમના મિત્ર લાલજીભાઈ દેસાઈ સાથે હનુમાન ટેકરી ખાતે શુક્રવારે રાત્રે હાજર હતા.

દરમિયાન આબુરોડ રાજસ્થાન તરફથી આઇસર ટ્રક નંબર જીજે 01 જેટી 1413 અમદાવાદ તરફ પસાર થઈ રહી છે જેથી ગૌરક્ષકોને શંકા જતા તેમના સાથી મિત્ર લાલજીભાઈ સાથે ટ્રકનો પીછો કરી આઇસર ટ્રકને સર્કિટ હાઉસના આગળના ભાગે ટ્રાફિક હોવાથી ઉભું રહેલ જેથી ગૌરક્ષકોએ ટ્રકમાં જોતા અંદર 50 પશુઓ હતા જેમાંથી 17 પશુ મરણ ગયા હતા અને અન્ય 33 પશુને ઘાસચારા અને પાણીની સગવડ ન હોવાથી તેમને કતલખાને લઈ જવાતા હતા.

એક પશુની કિ.1000 મળી કુલ.33000 નો મુદ્દામાલ મળી આવતા ગૌરક્ષકોએ પોલીસને જાણ કરી ડ્રાઇવર શાહરુખ ખાન યાદખાન બલોચ અને ક્લિનર સંજયકુમાર કાળુભાઈ વડનાથાણી (બંને રહે.મેસર તા.સરસ્વતી જી.પાટણ) સામે પશ્ચિમ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...