કતલખાને જતા અબોલા જીવોનો જીવ બચ્યો:46 પશુઓથી ખીચોખીચ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીઓએ પાલનપુર પાસેથી ઝડપી, ત્રણ પશુઓના મોત

બનાસકાંઠા (પાલનપુર)3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુઓને ડીસાની ગૌશાળામાં મૂકાયા, ટ્રક ચાલક સામે ફરિયાદ

બનાસકાંઠા જિલ્લામાંથી રાજસ્થાનથી અમદાવાદ પશુઓને કતલખાને લઈ જતી ટ્રકને પાલનપુર પાસેથી જીવદયા પ્રેમીઓ ઝડપી પાડી હતી. ટ્રકમાં 46 પશુઓમાંથી ત્રણ પશુઓ ન મોત થયા હતા. જીવદયા પ્રેમીઓએ તમામ પશુઓને ડીસા ગૌશાળા ખાતે ખસેડયા હતા. તેમજ ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

ત્રણ પશુઓના મોત થયા
બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનની સરહદને અડીને આવેલો જિલ્લો છે. ત્યારે આજે વધુ એક પશુ ભરેલી ટ્રકને જીવદયા પ્રેમીઓએ પાલનપુર નજીકથી ઝડપી પાડી છે. જીવદયા પ્રેમીઓને બાતમી મળી હતી કે, રાજસ્થાન તરફથી એક ટ્રકમાં પશુ ભરી કતલખાને લઈ જઈ રહ્યા છે. જે બાદ જીવદયા પ્રેમીઓ દ્વારા આ ટ્રકને ઝડપી પાડવા માટે વોચ ગોઠવી હતી.

ટ્રક ડીસા લઇ જવાઇ
આ ટ્રક પાલનપુર ધણિયાણા ચોકડીથી જગાણા થઈ અમદાવાદ જઈ રહી ત્યારે જીવદયા પ્રેમીઓએ ઝડપી પાડી હતી, પરંતુ ટ્રક ચાલક ટ્રક મૂકી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જે બાદજીવ દયા પ્રેમીઓએ તાત્કાલિક પાલનપુર કંટ્રોલરૂમમાં જાણ કરાતા પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આ પશુ ભરેલી ટ્રકને ડીસા ખાતે આવેલા જલિયાણ ગૌ સેવા ટ્રસ્ટ લઈ જવાઈ હતી.

પોલીસે તપાસ હાથ ધરી
આ ટ્રકમાં જોતા ખીચો ખીચ એકબીજાને ચામડી ઘસાય તે રીતે ક્રૂરતા પૂર્વક તમામ પશુઓને ભરેલા હતા તેમજ ઘાસની તેમજ પાણીની કોઈ પ્રકારની વ્યવસ્થા પણ ન કરવામાં આવી હતી. ટ્રકમાં પશુઓને જોતા 46 જેટલા પશુ ભરેલા હતા તેમાં ત્રણ પશુઓના મોત નીપજ્યા હતા. જે બાદ જીવદયા પ્રેમીઓએ આ પશુઓને ગેરકાયદેસર રીતે કતલખાને લઈ જવા હતા ટ્રક ચાલક વિરુદ્ધ પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...