અકસ્માત:અમીરગઢ પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક ચાલકે બાઈકને અડફેટે લેતા એકનું મોત

બનાસકાંઠા (પાલનપુર)22 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લા માં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. જેમાં આજે અમીરગઢ પાલનપુર હાઈવે પર અમીરગઢ તાલુકાની હદમાં બાલારામ પાસે ટ્રક અને બાઇક નો અકસ્માત સર્જાતા બાઈક સવાર યુવકનું ઘટનાસ્થળે મોત નિપજતાં અરેરાટી મચી જવા પામેલ છે.

બનાસકાંઠાના અમીરગઢ પાલનપુર હાઈવે પર બાલારામ પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઈક ચાલક ટ્રકના ટાયર નીચે આવી જતા ઘટનાસ્થળે જ જેનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું. અકસ્માત થયાની જાણ થતાં એલ એન્ડ ટી સ્ટાફ રહેમત તુલ્લા સિંધી જવેદભાઈ કમલેશ ભાઈ ઝાલા અને અરબાઝ ભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અકસ્માત સર્જાતા હાઇવે ઉપર ટ્રાફિક જામ થતાં બાલારામ પુલ થી ચિત્રાસણી સુધી પાંચ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી. મોડી રાત્રી સુધી ટ્રાફિક યથાવત રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...