હુમલો:ભરોડના ત્રણ વર્ષના બાળકને ગામના બે શખ્સોએ બાઈકની ટક્કર મારતાં ઘાયલ

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે બે શખ્સોને કહેવા જતાં મારામારી કરી
  • પોલીસ ફરિયાદ નહીં લેતાં પરિવાર દ્વારા જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરાઈ

ભરોડ ગામની ત્રણ વર્ષના બાળકને બુલેટ બાઇક લઈને નીકળેલા બે શખ્સે અડફેટે લેતા બાળક ઘાયલ થતા પરિવારે બે શખ્સોએ ઠપકો આપવા જતાં બન્ને શખ્સોએ અન્ય લોકોને બોલાવી મારામારી કરતા એક ઘાયલ થતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો.પોલીસ ફરિયાદ ન લેતા એસપીને રજૂઆત કરાઈ હતી.

પાલનપુર તાલુકાના ભરોડ ગામના કમલેશભાઈ દેવીપૂજકની ત્રણ વર્ષેના બાળક શિવમ ઘરના બહાર રમતો હતો. દરમિયાન ગામના બે શખ્સ ત્યાંથી બુલેટ બાઈક લઈને નીકળતા બાળકને અડફેટે લેતા બાળક ઘાયલ થયો હતો. જે બાબતે દીકરાના પરિવારજનોએ બે શખ્સને ઠપકો આપવા જતા બંને શખ્સ એકદમ ઉશ્કેરાઈ જઈ અન્ય લોકોને બોલાવી ધોકા તેમજ લાકડી વડે હુમલો કર્યો હતો. જેથી એક નરેશકુમાર ગોવિંદભાઇ દેવીપૂજકને માર મારતા તેમને હાથે ઇજા પહોંચી હતી તેમજ ફેક્ચર થયું હતું.જેથી તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં પરિવારને ગામના બે શખ્સો સામે ગુનો દાખલ કરાવવો હોય જેથી હાજર રહેલા ડોક્ટરે સારવાર લીધેલ વ્યક્તિની યાદી ન આપતા પોલીસે તેમની ફરિયાદ ન લેવાના પરિવારે આક્ષેપ કર્યા હતા.ત્યારબાદ સોમવારે સવારે પરિવાર જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...