સ્નેહમિલન:દિયોદરના કોતરવાડા ગામમાં ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરની હાજરીમાં ઠાકોર સમાજનો કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા (પાલનપુર)એક મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠાના દિયોદરના કોતરવાડા ગામે આજે દિયોદર, વાવ,લાખણી,કાંકરેજ, ભાભર,સુઇગામના ઠાકોર સમાજનો સ્નેહમિલન કાર્યક્રમ ઠાકોરસેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોરે પોતાના વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

વિધાનસભાની ચૂંટણી અને દિવાળી નજીક આવતા જ અનેક સમાજો પોતાની શક્તિ પ્રદર્શિત કરવા સ્નેહમિલન કાર્યક્રમો કરી રહ્યા છે. ત્યારે આજે દિયોદરના કોતરવાડામાં ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરની અધ્યક્ષતામાં દિયોદર, ભાભર, વાવ,લાખણી,કાંકરેજ, સુઇગામ પંથકના ઠાકોર સમાજનું સ્નેહમિલન યોજાયું હતું. જ્યાં ઠાકોર સમાજના તાજેતરમાં સરકારી નોકરીમાં લાગેલા યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. જ્યાં મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં અલ્પેશ ઠાકોરે સમાજના યુવાનોને બિરદાવી સમાજમાં શિક્ષણ થકી ક્રાંતિ આવવાની વાત કહી આક્રમક અંદાજમાં તેમના વિરોધીઓ ઉપર આકરા પ્રહારો કર્યા હતા.

અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, વિધાર્થી સન્માન સમારોહ થતા હોય છે પરંતુ એ વિધાર્થી જ્યારે સરકારી કર્મચારીઓ બને છે તેમનો સન્માન સમારોહ આજે થયો છે તે બદલ હું એમને અભિનંદન પાઠવું છે.તમે ઈમાનદાર અધિકારી અને કર્મચારી બની કામ કરો..સમાજની જે સ્વૈચ્છિક જવાબદારી છે તે આજ પ્રકારની છે..સમાજમાં ધંધા નોકરી માટે કાર્ય થાય તે જ સમાજનું કાર્ય છે. છેલ્લા 10 વર્ષમાં સમાજમાં શિક્ષણના કારણે ખૂબ મોટો બદલાવ આવ્યો છે. છેલ્લી 10 ભરતીઓમાં અનેક સમાજના દીકરી-દીકરાઓ નોકરીએ લાગ્યા છે.આજે સમાજના દીકરાઓ ભણીને આગળ ગયા છે ખેતી પણ આધુનિક કરવા લાગ્યા છે આજ બદલાવ છે.

અન્ય સમાચારો પણ છે...