રાજસ્થાનના ઉદયપુરમાં ધોળા દિવસે દરજી યુવકની હત્યા કરાતાં પાંથાવાડામાં ગુરુવારે વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી મૌન રેલી યોજાઇ હતી.પાંથાવાડામાં હિન્દુ ધર્મના તમામ ભાઈઓ સ્વેચ્છાએ ગોગ મહારાજના મંદિરે બેસી શ્રદ્ધાંજલિ આપી હતી. પોલીસે રેલી અટકાવી 10 લોકોની અટકાયત કરી હતી. પોલીસ બંદોબસ્ત સાથે દિવસભર સતત પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
પાંથાવાડામાં વેપારીઓ દ્વારા ગુરુવારે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પાંથાવાડાના તમામ દુકાન, લારી, ગલ્લાના વેપારીઓએ વહેલી સવારથી દુકાનો બંધ રાખી સજ્જડ બંધ પાળ્યો હતો. હિન્દુ ધર્મના તમામ ભાઈઓ રેલી કાઢી હત્યારાઓને ફાંસીની સજા કરવાની માંગ કરી હતી. રેલી શરૂ થયાના થોડા સમય બાદ બજારમાં જ પાંથાવાડા પોલીસે પરમિશન ન હોવાથી રેલી અટકાવી હતી તેમજ 10 લોકોને ડિટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આમ સુરશા દેવડા, દિનેશ દરજી,મહેન્દ્ર દરજી,ઈશ્વર દરજી,દિપક રબારી,રમેશ ચૌધરી, જીવાભાઇ રબારી, પ્રવીણભાઈ રાજગોર, રમેશભાઈ ઘાડીયા, નરપતસિંહ વાઘેલા, મહેન્દ્રસિંહ પઢીયાર, રોહિતની અટકાયત કરાઇ હતી. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.પીએસઆઇ આર.એસ.લશ્કરીએ જણાવ્યું હતું કે ‘પાંથાવાડામાં હિન્દુ સંગઠન દ્વારા મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીની મંજૂરી ના હોવાથી રેલી અટકાવી 10 લોકોને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.