કારે વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી:વડગામથી ખેરાલુ રોડ પર પુરઝડપે આવી રહેલા કાર ચાલકે બે વિદ્યાર્થિનીઓને જોરદાર ટક્કર મારી, ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ

પાલનપુરએક મહિનો પહેલા

વડગામથી ખેરાલુ રોડ પર કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને ટક્કર મારી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં બન્ને વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યાં છે.

અકસ્માત સર્જી કાર ચાલક ફરાર
બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે વડગામ-ખેરાલુ રોડ પર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરઝડપે આવી રહેલા એક કાર ચાલકે 2 વિદ્યાર્થિનીઓને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બન્ને વિદ્યાર્થિનીઓને ઈજાઓ પહોંચી હતી. જેથઈ બન્ને વડગામની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે. જ્યારે કાર ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...