માનવતાને લજવતો કિસ્સો:દાંતીવાડાના ડાગિયા રોડ પરથી છથી સાત માસનું ભૃણ મળ્યુ, રાત્રીના સમયે કોઈ અજાણી વ્યક્તિ મૂકીને ફરાર

બનાસકાંઠા (પાલનપુર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ભૃણને રેફરલ હોસ્પિટલમાંમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી

દાંતીવાડા ડાંગીયા રોડ ઉપર આજે એક અધૂરા માસે જન્મેલું ભ્રુણ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. રાત્રિના સમયે કોઈ અજાણી વ્યક્તિ ભૃણ મૂકી જતા લોકોમાં અરેરાટી ફેલાઈ છે. દાંતીવાડા પોલીસે ઘટના સ્થળ પહોંચી ભૃણને દાંતીવાડાથી પાથાવાડા રેફરલ હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લામાં માનવતા મરી પડી હોય તેવી ઘટના સામે આવી છે. દાંતીવાડા ડાંગિયા રોડ ઉપર વહેલી સવારે સ્થાનિક લોકોને રોડ ઉપરથી એક છથી સાત માસનું ભૃણ જોવા મળતા ઘટનાસ્થળ પર લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. સ્થાનિક લોકોએ દાંતીવાડા પોલીસને જાણ કરતા દાંતીવાડા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી હતી. સ્થાનિક લોકોનું માનવું છે કે, રાત્રિના સમયમાં કોઈ અજાણી વ્યક્તિ ભૃણને રસ્તા વચ્ચે મૂકીને જતુ રહ્યુ હોય તેવુ અનુમાન કરી રહ્યા છે. દાંતીવાડા પોલીસ ભૃણને કબજે લઈ દાંતીવાડાથી પાથાવાડા ખાતે રેફરલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...