મતદાન જાગૃતિ:પાલનપુર મામલતદાર કચેરીમાં અચૂક મતદાન સંદર્ભે સિગ્નેચર અભિયાન હાથ ધરાયું

બનાસકાંઠા (પાલનપુર)16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી સુશીલ પરમારે પ્રથમ સિગ્નેચર કરી અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરી

વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 અન્વયે 5 મી ડિસેમ્બર 2022 ના રોજ બનાસકાંઠા જિલ્લામાં નવ વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીમાં વધુને વધુ મતદાન અંગે મતદાતાઓમાં જાગૃતિ કેળવાય એ માટે 19 નવેમ્બરના રોજ મામલતદાર કચેરી પાલનપુર ખાતે ખાતે અચૂક મતદાન સંદર્ભે 12 - પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સુશીલ પરમારે પ્રથમ સિગ્નેચર કરી સામૂહિક સિગ્નેચર અભિયાનનો શુભારંભ કરાવી 12 - પાલનપુર વિધાનસભા મતદાર વિભાગના કુલ 282 મતદાન મથકો ખાતે અચૂક મતદાન કરવા મતદારોને અપીલ કરી હતી.

ત્યારબાદ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદાર , પાલનપુર તાલુકા તેમજ મામલતદાર પાલનપુર શહેર અને કચેરીના તમામ સ્ટાફ દ્વારા સામૂહિક સિગ્નેચર અભિયાનમાં સિગ્નેચર કરીને ભાગ લઈને ભારતના બંધારણને સાક્ષી માનીને આગામી ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણીમાં કોઈપણ ધર્મ , જાતિ ભાષાના ભેદભાવથી દુર રહીને અચુક મતદાન કરીને લોકશાહીના અવસરને ઉજવવા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. આ પ્રસંગે કચેરીમાં આવતા નાગરીકોમાં અવશ્ય મતદાન કરવા બાબતની મતદાન જાગૃતિની થીમ અંગેની સ્ટેન્ડી પ્રદર્શિત કરવામાં આવી હતી એમ મદદનીશ ચૂંટણી અધિકારી 12 પાલનપુર વિધાનસભા મતદાર વિભાગ અને માલતદાર પાલનપુરની અખબારી યાદીમાં જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...