કાર્યવાહી:ધાનેરાના લાંચિયા ASI ના ઘરે સર્ચ ઓપરેશન કરાયું

પાલનપુર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે બંનેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે

ધાનેરા પોલીસ મથકે નોંધાયેલા પશુકૃરતા નિવારણના કેસમાં રૂપિયા 75 હજારની લાંચ લેતા એ. એસ. આઈ અને વચેટિયાને બનાસકાંઠા એસીબીની ટીમે ઝડપી હતા. જેમના ઘરેે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી દરમિયાન બંનેને આજે મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.ધાનેરા પોલીસ મથકમાં પશુકૃરતા નિવારણ કલમ હેઠળ એક શખ્સ સામે ગૂનો નોંધાયો હતો.

આ કેસની તપાસ કરતાં એ. એસ.આઇ રવિકુમાર રમેશભાઈ સોલંકીએ તેની અટક કરી તરત જ જામીન પર મુક્ત કરવા, મારઝૂડ નહિ કરવા તેમજ મુદ્દામાલ છોડવા પોઝિટિવ અભિપ્રાય આપવા સારું રૂપિયા 75,000ની લાંચની માંગણી કરી હતી. અને આ રકમ સ્વીકારતી વખતે વચેટીયા ધાનેરાના ગનીભાઇ ભીખાજી મુસલાને બનાસકાંઠા એસીબીની ટીમે ધાનેરાના ગોલા ગામેથી ઝડપી લીધો હતો. આ અંગે એસીબી પીઆઇ નિલેષ ચૌધરીએ જણાવ્યું કે, જેમના ઘરેે સર્ચ ઓપરેશન દરમિયાન કઈ વાંધાજનક મળ્યું નથી દરમિયાન બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવાશે.

અન્ય સમાચારો પણ છે...