જાગૃતિ સેમિનાર:સરકારી વિનયન કોલેજ અમીરગઢ ખાતે રોડ સેફ્ટી તથા સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

બનાસકાંઠા (પાલનપુર)19 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમીરગઢ સરકારી આર્ટસ કોલેજ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પાલનપુરના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લુવા દ્વારા તેમની આગવી હાસ્યાસ્પદ અદામાં જ્ઞાન સાથે ગમ્મતની રીતે સાઇબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જે સેમીનારમાં સાયબર ફ્રોડના વિવિધ બનાવો જેવા કે સોશિયલ મીડિયાનો દુરુપયોગ તેમજ ફાઇનાન્શિયલ ફ્રોડ ઉપરાંત તે બનાવોથી બચવાના ઉપાયો અને જો સાયબર ફ્રોડનો બનાવ બને તો શું કાર્યવાહી કરવી તે ઉપરાંત પણ મોબાઈલ નો દુરુપયોગ વિગેરે બાબતે સાયબર ક્રાઇમ ટીમ દ્વારા પ્રેઝન્ટેશન રજૂ કરી વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

સેમિનીરમાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપરાંત આર.આર.વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને સ્ટાફ ગણ તેમજ પોલીસ સ્ટેશન અમીરગઢના સ્ટાફ મિત્રો પણ જોડાયા હતા. કોલેજના તમામ સ્ટાફના સહકારથી કાર્યક્રમ સંપન્ન થયો હતો. ડો. નરેશ જોષી એ આભારવિધિ કરી હતી આ કાર્યક્રમનું આયોજન આચાર્ય ડો. એન.કે.સોનારાના માર્ગદર્શન હેઠળ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. મંજુલા પરમારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...