માગ:પાલનપુરમાં વનવિભાગની કચેરી આગળ રોડની ગટરનું ઢાંકણ તૂટ્યું

પાલનપુર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આઈટીઆઈ, માર્કેટયાર્ડ, બનાસડેરીને સાંકળતા માર્ગ ઉપર દિવસભર 2000 ઉપરાંત વાહનોની અવર જવર

પાલનપુરમાં વન વિભાગની કચેરીના દરવાજા આગળ જ મુખ્ય માર્ગ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. અહિંયાથી દિવસભર 2000 ઉપરાંત દ્રિ- ચક્રિ સહિતના વાહનો પસાર થાય છે. જેમના ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવે છે. ત્યારે આ ઢાંકણ સત્વરે નવું નાંખવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

પાલનપુરમાં સોનારીયા બંગલાથી આગળ વન વિભાગની કચેરીના દરવાજા આગળ જ મુખ્ય માર્ગ ઉપર ગટરનું ઢાંકણું તૂટી ગયું છે. આ માર્ગ આઈટીઆઈ, માર્કેટયાર્ડ, બનાસડેરીને સાંકળતો માર્ગ હોઇ દિવસભર 2000 ઉપરાંત વાહનોની અવર જવર રહે છે. સ્કુલો આવેલી હોવાથી ખાસકરીને છાત્રોની સંખ્યા વધારે હોય છે.

આ અંગે અંકિતાબેન જોષી, મિતુલ પટેલ, કૌશિક ચૌધરી સહિતના છાત્રોએ જણાવ્યું કે, અહિંથી પસાર થતી વખતે આ ગટર યાદ રાખવી જ પડે છે. જો ચૂક થાય તો ગટરમાં ખાબકવાની દહેશત રહે છે. ત્યારે સત્વરે ગટર ઉપર નવું ઢાંકણ નાંખવામાં આવે તેવી અમારી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...