પાલનપુર સિવિલમાં સ્વાઇન ફ્લૂથી એક સગર્ભા મહિલાનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. સિવિલમાં સારવાર અર્થ આવેલી એક સગર્ભા મહિલાનું સ્વાઈન ફ્લૂના લક્ષણો દેખાતા સિવિલ વિભાગ દ્વારા તાત્કાલિક તેનો H1N1નો ટેસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ સગર્ભા મહિલાને તકલીફો વધેલી હોવાના કારણે તેનું મોત નીપજતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
ડોક્ટરો બચાવી ન શક્યા
પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં અંદાજિત 1200 જેટલાં દર્દીઓ સારવાર લેતા હોય છે. ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારાવાર અર્થે આવેલી એક સભર્ગા મહિલાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવતા ડોક્ટરોએ તેની સારવાર ચાલુ કરી હતી, પરંતું મહિલાને ડોક્ટરો બચાવી શક્યા નહોતા.
સિવિલમાં સરેરાશ રોજના 1200 દર્દીઓ આવે છે
આ અંગે ડોક્ટર સુનીલ જોશી જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલ પાલનપુરમાં છેલ્લા ઘણા સમયથી દિવસ દરમિયાન 900 જેટલાં દર્દ રહેતા હતા. જોકે, જે વધીને હવે 1200 સુધી પહોંચી ગયા છે. બાળ રોગોનો વિભાગ, એનટી વિભાગ અને મેડિસિન વિભાગમાં તાવ, શરદી, ખાસી, નાકમાંથી પાણી આવવું, શ્વાશ ચડવો એવી જાતની બીમારીઓ સાથે આવતા હોય છે. સામાન્ય બિમારી હોય ઓછી તકલીફ હોય એને દવાઓથી પ્રાથમિક સારવારથી મટી જતું હોય છે, પરંતુ તકલીફ વધારે થાય અને ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધી જાય તો દર્દીને દાખલ થવું પડે છે. એના માટે સીટી સ્કેન આર્ટિપીસીઆર અને H1N1 સ્વાઈન ફ્લૂના ટેસ્ટ કરવાના આવતા હોય છે. યારે સિવિલ હોસ્પિટલમાં સારાવાર અર્થે આવેલી એક સભર્ગા મહિલાને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ જેને સારવાર આપી પણ અમે બચાવી ન શક્યા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.