ધરપકડ:પાલનપુરમાંથી રૂ.13,314ની 14 ઇ- સિગારેટ સાથે શખ્સ ઝડપાયો

પાલનપુર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલા આઈસ, મેંગો ફ્લેવર સહિતની જુદી જુદી કંપનીની સિગારેટ ભારત બહારથી લાવી વેચાણ કરતો હતો,એસઓજીએ શખ્સને દબોચી લીધો

પાલનપુરમાંથી પ્રથમવાર એસઓજીની ટીમે ઈ - સિગારેટનો જથ્થો કબજે કર્યો હતો. ગઠામણ દરવાજા વિસ્તારમાં ટોપી, ચશ્મા, બેલ્ટ, ગિફ્ટ આર્ટીકલની આડમાં સિગારેટ વેચતા શખ્સની અટકાયત કરી રૂપિયા 13,314 ની 14 નંગ ઇ- સિગારેટ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં ગઠામણ દરવાજા સર્કલથી ગુરુનાનક ચોક જતા માર્ગ પર પ્રથમ માળે આવેલી શિવ કલેક્શન નામની દુકાનમાં બનાસકાંઠા એસઓજીની ટીમે તપાસ કરી હતી.

જ્યાં ટોપી, ચશ્મા, બેલ્ટ, સહિત ગિફ્ટ આર્ટીકલની આડમાં વેચવામાં આવતી પ્રતિબંધિત રૂપિયા 13,314 ની 14 નંગ ઇ- સિગારેટ મળી આવી હતી. પોલીસે દુકાન માલિક ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ખુશાલદાસ મુરલીધર ભુરાણીની અટકાયત કરી પ્રોહીબીશન ઓફ ઇલેક્ટ્રોનિક્સ સિગારેટ ( પ્રોડક્શન, મેન્યુફેક્ચર, ઈમ્પોર્ટ- એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ સેલ, ડિસ્ટ્રીબ્યુશન, સ્ટોરેજ એન્ડ એડવર - ટાઇઝમેન્ટ,) એક્ટ 2019ની કલમ 7,8 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

શખ્સ પાસે બિલ પણ ન હતા
ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ખુશાલદાસ મુરલીધર ભુરાણી આ ઇ- સિગારેટનો જથ્થો ભારત બહારથી મંગાવી વેચાણ કરતો હતો. જેની પાસે તેના બિલ પણ ન હતા. કોલા આઇસ, મેંગો ફ્લેવરની જુદી જુદી કંપનીની સિગારેટ પોલીસે કબજે લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...