છેતરપિંડી:પાલનપુરના વેપારી ઓનલાઈન ઇ- બાઈકની ડીલરશીપ લેવા જતા રૂ.6.82 લાખ ગુમાવ્યા

પાલનપુર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 દિવસમાં જુદા જુદા બે એકાઉન્ટ માંથી ઓનલાઈન ચુકવણી કરી

પાલનપુરના વેપારીએ ઈ બાઈકની ડીલરશીપ લેવા માટે ઓનલાઇન રિક્વેસ્ટ નોંધાવ્યા પછી 12 દિવસમાં પોતાના જુદા જુદા બે એકાઉન્ટ માંથી રૂપિયા 6.82 લાખ ઓનલાઇન ચૂકવ્યા હતા. જોકે અંતે પોતાની સાથે છેતરપિંડી આચરાઈ હોવાનું જણાવતા બનાસકાંઠા સાઇબર ક્રાઇમ માં ફરિયાદ નોંધાવી છે. સાંજે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાલનપુરના એક વેપારીએ ઓનલાઇન ઇ બાઈક ની ડીલરશીપ લેવા જતા માત્ર 12 દિવસમાં 6.82 લાખ ગુમાવ્યા હતા. શહેરના આકેસણરોડ પર આવેલા સુયોગબંગલોસમાં રહેતા દિલીપકુમાર શિવરામભાઈ પટેલે ઓકિનાવા ઇલેક્ટ્રિક બાઇકની ડીલરશિપ લેવા માટે કંપનીના વેબસાઈટ પર મોબાઈથી 5 જુલાઈએ ઓનલાઈન રિકવેસ્ટ સબમિટ કરી હતી. જેમાં તેમને 7 જુલાઈએ 9078988836 નંબર પરથી ફોન આવ્યો હતો. અને જરૂરી ડોક્યુમેન્ટની પ્રોસેસ કરી ઈમેલ પર મોકલવા કહ્યું હતું.

જેમણે તમામ માહિતી મોકલી આપી હતી. જે પછી તેમની પાસેથી ડીલરશીપ માટે એગ્રીમેન્ટ, ફર્નિચર, લાયસન્સ માટે નાણાં ભરવા જણાવાયું હતું. જેથી 11 જુલાઈથી 20 જુલાઈ 2022 સુધી બે જુદી જુદી બેંકના એકાઉન્ટ માંથી રૂ.6,82,246 ટ્રાન્સફર કર્યા હતા​​​​​​​.

જોકે, જોકે પોતાની સાથે છેતરપીંડી થઇ હોવાનું જણાતા દિલીપકુમારે સાયબર ક્રાઇમની 1930 નંબર પર ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પણ વધુ પૈસા ભરવા માટે કોલ આવતા હતા પરંતુ ભર્યા ન હતા. આ અંગે દિલીપ કુમારે બુધવારે બનાસકાંઠા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...