પાલનપુર ખરોડીયા ખાતે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 70 થી વધુ ટીમો એ ભાગ લીધો હતો. પાલનપુર સહિત આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ટુર્નામેન્ટ જોવા પહોંચતા હોય છે. ગઈકાલે સેમોદ્રા અને ફતેપુર ગામની ટીમ વચ્ચે મેચ રમાઈ હતી. સેમોદ્રા ગામના હરેશ ચૌધરી એ 25 બોલમાં 45 રન ફટકર્યા હતા અને વાસુ જોષી એ 6 વિકેટ ઝડપી લેતા સેમોદ્રા લગાન ઇલેવન નો વિજય થયો હતો. ઉનાળો આવતાં જ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થઈ જતી હોય છે. ત્યારે પાલનપુરનાં ખરોડિયા ગામે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં બીજા દિવસે સેમોદ્રા લગાન ઇલેવન અને ફતેપુર ઇલેવન વચ્ચે મેચ યોજાઈ હતી. ફતેપુર ઇલેવને પહેલા ટોસ જીતી ફિલ્ડિંગ પસંદ કરી હતી ત્યારે બેટિંગમાં ઉતરેલી સેમોદ્રા લગાન ઇલેવનની શરૂઆત ધીમી રહી હતી અને 10 રન પર પહેલી વિકેટ પડી હતી. જોકે ત્યારબાદ વનડાઉન આવેલા હરેશ ચૌધરી એ 25 બોલમાં 45 રન ફટકારતાં તેમજ વીરસંગ ઠાકોર અને વાસુ જોષી ભાવેશ પટની એ પણ ધૂઆંધાર બેટિંગ કરતાં સમોદ્રા ઇલેવન 10 ઓવર માં 118 રન કર્યા હતા. તેના જવાબમાં બેટિંગમાં ઉતરેલી ફતેપુર ઇલેવન માત્ર 65 રન માં ઓલ આઉટ થઈ ગઈ હતી. સેમોદ્રા ઇલેવનનાં બોલર વાસુ જોષી એ 6 વિકેટ ઝડપી હતી અને પોતાની ટીમ ને જીત અપાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.