વાહનચોરીનો ભેદ ઉકેલાયો:પાલનપુરમાંથી એક સગીર ચોરીના ત્રણ એક્ટિવા સાથે ઝડપાયો

બનાસકાંઠા (પાલનપુર)18 દિવસ પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથકમાં પાલનપુર શહેરમાં અલગ અલગ વિસ્તાર ત્રણ એક્ટિવા ચોરીનો ભેદ સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હ્યુમન સોર્સની તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી ઉકેલ્યો છે. પાલનપુર શહેર પૂર્વ તેમજ પશ્ચિમ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ એક્ટિવા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરને પકડી ત્રણ ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે.

પાલનપુર શહેર પૂર્વ પોલીસ સ્ટેશન સ્ટાફના માણસોએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન નેત્રમ શાખાની મદદથી પાલનપુર શહેરમાં લાગેલ સી.સી.ટી.વી. ફુટેજ તેમજ હ્યુમન સોર્સની તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી તેમજ બાતમી હકીકત આધારે પાલનપુર શહેર પૂર્વમાં ચોરીના ગુનો દાખલ થયેલ હોય જે આધારે જુદી જુદી ટીમો બનાવી સદરે ચોરીનો ભેદ ઉકેલવા માટે માન સરોવર બ્રીજ પાસે આવતા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોર પાસેથી એક એક્ટીવા અને પુછપરછ દરમ્યાન અન્ય બે એક્ટીવા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...