પિસ્તોલનો વેપાર:અમીરગઢ-ઇકબાલગઢ વચ્ચે આવેલી હોટેલ નજીકથી બે પિસ્તોલ સાથે એક શખ્સને પોલીસે ઉઠાવી લીધો, બે ફરાર

બનાસકાંઠા (પાલનપુર)4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી

બનાસકાંઠા એસ.ઓ.જી પોલીસે દેશી બનાવટની પિસ્તોલનું વેચાણ થતું ઝડપી પાડ્યું છે. પોલીસને અમીરગઢ ઈકબાલગઢ વચ્ચે આવેલી ખાનગી હોટલ નજીક દેશી બનાવટી બે પિસ્તોલનું વેચાણ થવાની બાતમી મળી હતી. જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી બે પિસ્તોલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. જોકે, બે શખ્સો ફરાર થઇ ગયા હતા.

પોલીસે તપાસ હાથ ધરી
પોલીસને બાતમી મળી હતી કે, અમીરગઢ ઇકબાલગઢ વચ્ચે આવેલી એક ખાનગી હોટલ નજીક ગેરકાયદેસર વગર પાસ પરમીટની દેશી બનાવટી પિસ્તોલનુ વેચાણ થવાનું છે. જેના આધારે એસઓજી પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ દેખાતા 3 ઈસમને પૂછપરછ કરતા બે ઈસમો ત્યાંથી નાસી છૂટયા હતા. જોકે, પોલીસને શક જતાં એક ઈસમને ઝડપી પાડયો હતો. ઇસમની તપાસ કરતાં ઈસમ જોડેથી દેશી બે પિસ્તોલ મળી આવી હતી. આરોપીનું નામ પુછતાં તેમે કમલેશ પ્રભુરામ વિસ્નોઇ જણાવ્યું હતું. જે રાજસ્થાનનો રહેવાસી છે. પોલીસે તેની અટકાયત કરી આગળની તપાલ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...