માથાભારે શખ્સ રિવોલ્વર સાથે ઝડપાયો:વાવના કુંભારડી ગામમાં રિવોલ્વર લઇને શખ્સ બેખોફ ફરતો હતો, ગ્રમાજનોએ જાણ કરતા પોલીસે ઉઠાવી લીધો

બનાસકાંઠા (પાલનપુર)8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ રિવોલ્વર ક્યાંથી અને કેમ લાવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી

બનાસકાંઠા જિલ્લામાં આસામાજિક તત્વોનો આતંક વધ્યો છે. શખ્સોને જાણે કે કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆામ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપી રહ્યા છે. તો પોલીસે પણ આવા ચમરબંધીઓને નાથવા કવાયત હાથ ધરી છે. આજે વાવના કુંભારડી ગામમાંથી સ્થાનિક પોલીસે એક શખ્સને રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો છે.

પોલીસે તપાસ હાથ ધરી
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથક વાવના કુંભારડી ગામ વિસ્તારમાંથી એક શખ્સને રિવોલ્વર સાથે પોલીસ તેમજ સ્થાનિક લોકોએ ઝડપી પાડયો છે. ગ્રામજનોએ રિવોલ્વર સાથે શખ્સને જોતા પોલીસને જાણ કરી હતી. પોલીસે તુરંત ઘટના સ્થળે પહોંચીને શખ્સને દબોચી લીધો હતો. આ રિવોલ્વર ક્યાંથી અને કેમ લાવી તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...