વ્યાખ્યાન:વિતી ગયેલી એક પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી : મુનિરાજ નયશેખર વિજયજી

પાલનપુર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર ખાતનાે ઉપાશ્રયમાં જૈન મુનિશ્રીનું વ્યાખ્યાન યોજાયું

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રય ખાતે જૈન મુનિરાજશ્રી નયશેખર વિજયજીએ વ્યાખ્યાનમાં ‘જિંદગીની વિતી ગયેલી એક એક પળ એક કરોડ સોનામહોર આપવાથી પણ પાછી મળતી નથી’ તે વિષય ઉપર શ્રાવકોને સમજુતી આપી હતી.

પાલનપુરમાં શ્રી તપાગચ્છ જૈન ઉપાશ્રયમાં માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવ્યું હતું કે આપણી જીવનનૈયા દરેક રસ્તે પંથે સરળતાથી જ પસાર થાય તેવા પ્રયત્ન કરીએ છીએ.

કોઇ એવું નથી ઇચ્છતો કે કલ્પના કરતો કે મારા જીવનની નાવનો રસ્તો પંથ વમળ કે તોફાનમય હોય. સૌને સ્વચ્છ સુઘડ રસ્તે પંથેથી જ પસાર થવું છે. કયાંક વમળ કે તોફાન વિધ્નરૂપે આવી જાય તો તેનાથી બચવા સાવચેતી રાખીએ છીએ અથવા તેને હટાવી ટાળીને આગળ વધવા પ્રયત્ન કરીએ છીએ. બોલો શ્રાવકો આ વાતમાં કયાંય ખોટું હોય તો મને નિ:સંકોચ કહો. બસ આ જીંદગીનું રહસ્ય પણ પાણી જેવી છે, વહે તો ધોધ છે, ભેગું કરો તો હોજ છે, જલસા કરો તો મોજ છે, બાકી સમસ્યા તો રોજ છે.

જિંદગીની નાવમાં સમજી વિચારીને બેસજો કેમ કે જ્યારે એ ચાલે છે ત્યારે કિનારા નથી મળતા અને જ્યારે ડૂબે છે ત્યારે સહારા નથી મળતા, સિધ્ધાંતની ખરી કસોટી સંકટ જ છે, સંકટ વગર કેમ ખબર પડે કે આપણે સિધ્ધાંત પ્રત્યે કેટલા પ્રમાણિક છીએ. બધું હોવા છતાં કંઇક અધુરું લાગે તેનું નામ દુ:ખ, અને કંઇ પણ ના હોવા છતાં બધું જ પુરુ લાગે તેનું નામ સુખ, જન્મ સમયે અઢળક બિનશરતી પ્રેમ મળે છે, મૃત્યુ સમયે સન્માન આપણે તો ખાલી એ બે ની વચ્ચેનો ગાળો સાચવી લેવાનો હોય છે.’

અન્ય સમાચારો પણ છે...