દીપડાનો કૂતરા પર હુમલો:આબુરોડના ઋષિકેશ મંદિર પાછળની ઝાડીમાં દીપડાનો કૂતરા પર હુમલો

પાલનપુર8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનના આબુરોડ નજીક ઋષિકેશ મંદિરની પાછળ જંગલ વિસ્તારમાં શનિવારે સવારે દસ વાગે સ્થાનિક શિવ ભક્ત યુવાનો શિવમંદિરની પૂજા દર્શન કરવા અહીંથી પસાર થઇ રહ્યા હતા તે વખતે તેમની નજર સામે એક મહાકાય દીપડો કૂતરાને ખેંચીને ઝાડીમાં લઈ જતા જોવા મળ્યો.

જોકે કૂતરાને બચાવવા શિવભક્તોએ પડકાર ફેંકતા દીપડો ત્યાંથી છલાંગ લગાવીને ભાગી ગયો હતો. અને કુતરાનો બચાવ થયો હતો. શ્રદ્ધાળુઓએ જણાવ્યું કે હાલમાં શ્રાવણ માસ ચાલતો હોય અમે જંગલ વિસ્તારમાં પથરાયેલા શિવ મંદિરોના દર્શન કરવા માટે આવીએ છીએ નજર સામે આ ઘટના બનતા સ્તબ્ધ બની ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...