બનાસકાંઠા જિલ્લાની સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં ઈતિહાસ વિભાગ અને સર્જનાત્મક ધારા અંતર્ગત ગુજરાત રાજ્ય અભિલેખાગારના વય નિવૃત અધિક્ષક જીતેન્દ્ર વી. શાહ દ્વારા અભિલેખાગાર અને ઈતિહાસ વિષય પર વ્યાખ્યાન આપવામાં આપ્યું હતું. જેમાં મુખ્ય વકતા શાહ સાહેબે ગુજરાતની ઐતિહાસિક ધરોહર, દસ્તાવેજો તેમજ સંશોધન ક્ષેત્રે ઉપયોગી પુરાવા અને અભિલેખો વિષે વિસ્તૃત માહિતી આપી હતી.
જે બાદ વિવિધ પ્રકારના ઐતિહાસિક દસ્તાવેજો અને અભિલેખોનું કોલેજના કોન્ફ્રેન્સ હોલમાં પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં સ્વતંત્રતા સેનાનીઓના હસ્તલિખિત પત્રો, હસ્તાક્ષરો, સ્ટેટ ગેઝેટીયર, રજવાડાઓના રાજકીય ચિન્હો તેમજ સ્ટેટ એડીએમ રિપોર્ટનું પ્રદર્શન કરી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના તમામ વિદ્યાર્થીઓ સાથે આર. આર. વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને શિક્ષકો પણ જોડાયા હતા. આ સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન અને સંચાલન ઈતિહાસ વિભાગના અધ્યક્ષ પ્રોફેસર મુકેશ આઢાએ કોલેજના આચાર્ય ડૉ. એન. કે. સોનારાના માર્ગદર્શન હેઠળ કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ ડૉ. મંજુલાબેન પરમારે કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.