ફરિયાદ:પાલનપુરમાં ફલેટ જોવા ગયેલા વકીલના ગુપ્ત ભાગે મહિલાએ લાત મારતાં ચકચાર

પાલનપુર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ફલેટના માલિક વૃધ્ધનો કોલર પકડી થપ્પડ મારી, ચાર સામે ફરિયાદ

પાલનપુર - અમદાવાદ હાઇવે નજીક ફલેટ જોવા ગયેલા વૃધ્ધ અને વકીલ ઉપર ચાર વ્યકિતઓએ હુમલો કર્યો હતો. જેમાં મહિલાએ વકીલના ગુપ્તભાગે લાત મારી ઇજા પહોચાડી હતી. તેમજ વૃધ્ધને થપ્પડ મારી હતી. આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પાલનપુર લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં રહેતા પ્રવિણકુમાર ઉર્ફે મુન્નાભાઇ ચિરંજીવીલાલ ગુપ્તા (ઉ.વ.65)ની માલિકીના દસ ફલેટ પાલનપુર અમદાવાદ હાઇવેની બાજુમાં આવેલા છે. જે પૈકી શકુંતલાબેન મુક્તિલાલ શાહ એક ફલેટ ખાલી કરતાં ન હોઇ કોર્ટમાં દાવો દાખલ કરવાની કાર્યવાહી કરવા માટે તેમના મિત્ર નંદલાલ રામાનંદી, વકીલ ઉદયભાઇ સાથે માલિકીના ફલેટ જોવા ગયા હતા. તે વખતે શકુંતલાબેને પ્રવિણભાઇને કોલરથી પકડી થપ્પડ મારી હતી.

તેમજ વકીલ દિપેશભાઇના ગુપ્તભાગે લાત મારી હતી. મીનાક્ષીબેન મુક્તિલાલ શાહ, પારસભાઇ મુક્તિલાલ શાહ અને શ્રેણીક ઉર્ફે સૈનિક મુક્તિલાલ શાહે હૂમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે પ્રવિણકુમારે ચારેય સામે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...