કાર્યવાહી:વ્યાજખોરના ત્રાસથી કુંભાસણમાં કરિયાણાના વેપારીનો ઉધઈની દવા પી આપઘાતનો પ્રયાસ

ગઢ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • દીકરીના લગ્ન હોઈ એક વર્ષ પહેલા ચંડીસરના શખ્સ પાસેથી 30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા
  • પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ, ગઢ પોલીસ મથકે ચંડીસરના શખ્સ સામે ગુનો નોંધાયો

પાલનપુર તાલુકાના કુંભાસણ ગામે સામે આવ્યો છે. વ્યાજ ખોરોના ત્રાસથી કંટાળીને કરિયાણાની દુકાનના વેપારીએ શનિવારે ઉંધઇની દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે. પાલનપુર તાલુકાના કુંભાસણ ખાતે રહેતા શંકરજી હેમરાજજી ઠાકોર (ખટાસણીયા) કુંભાસણ બસ સ્ટેન્ડ ખાતે પાન પાર્લર અને કરિયાણાની દુકાન ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. એક વર્ષ અગાઉ તેમની દીકરીના લગ્ન હોઈ ચંડીસર ખાતે રહેતા પોપટજી ઘેમરજી ઠાકોર પાસેથી રૂ.30 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.

જ્યાં સુધી મૂડી પુરી ના થાય ત્યાં સુધી દર મહિને રૂ.1500 આપવાનું નક્કી કર્યું હતું. જેમાં 1500 રૂપિયા લેખે નવ હપ્તાની ચુકવણી કરી 13,500 રૂપિયા પોપટજીને જમા કરાવ્યા હતા. ત્યારે જે સમયે 30,000 હજાર રૂપિયા વ્યાજે લીધા તે સમયે પોપટજીને બેન્કનો કોરો ચેક આપેલો હતો.

જ્યારે દર મહિને 1500 રૂપિયા ચૂકવતા હોવા છતાં પોપટજીએ શંકરજીનો ચેક બેંકમાં 50 હજારની રકમ ભરી નાખી દઈ ચેક બાઉન્સ થતાં પાલનપુર કોર્ટમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી હતી. જેને લઇ 7 ડિસેમ્બરના કોર્ટમાં મુદત હોઈ કોર્ટમાં હાજર રહી શંકરજીએ 20 હજાર રૂપિયા જમા કરાવ્યા હતા.

જ્યારે ફરી કોર્ટમાં 7 જાન્યુઆરીના મુદત હોઈ નાણાં જમા કરાવવાની સગવડ ના હોઈ પોપટજીના ત્રાસથી કંટાળીને શંકરજીએ ગામમાં આવેલી એગ્રોની દુકાનેથી ઉધઈની દવા લઈ ઘરે જઈ જીવન ટૂંકાવવા પી લીધી હતી. જોકે તે સમયે તેમનો દીકરો સુભાષ આવી જતા 108માં તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયો હતો અને ત્યાં તેમની સારવાર ચાલુ છે. આ સમગ્ર મામલે શંકરજી ઠાકોરે ગઢ પોલીસ મથકે પોપટજી ઘેમરજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતા ગઢ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાં વ્યાજખોરે રૂ.3.36 લાખનું વ્યાજ 17.16 લાખ ચડાવ્યું,2 સામે ફરિયાદ
પાલનપુરના ગણેશપુરા વિસ્તારમાં રહેતા ધવલભાઈ શામળભાઈ પટેલે ખેતીના ઉપયોગ માટે તેમજ પશુપાલન માટે સદરપુર નજીક રહેતા ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ પાસેથી ₹3.36 લાખ અલગ અલગ સમયે વ્યાજે લીધા હતા. અને તેના બદલામાં વ્યાજ સહિત રૂ. 17.16 લાખ ચૂકવ્યા હતા.

છતાં પણ નાણાની અવેજીમાં આપેલ ચેકમાં રૂ.20 લાખની રકમ ભરી અને ચેક બાઉન્સ થતા નોટિસ મોકલી હતી. આ અંગે ધવલભાઈ પટેલે વ્યાજનો ધંધો કરતાં મુુુળ ઈડર તાલુકાના રૂદરડીના ગોવિંદભાઈ લાલાભાઇ ચૌહાણ હાલ રહે.સદરપુર અને પ્રવીણભાઈ લાલાભાઇ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...