ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખવા સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે ગુજરાતમાં સૌપ્રથમવાર આજરોજ સરસ્વતી મહાપૂજા યજ્ઞનું સવિશેષ આયોજન કરવામાં આવ્યુ હતું.
સોળગામ લેઉવા પાટીદાર સમાજના પ્રમુખ અને પાલનપુર પંથકના ઉત્સાહી યુવા કાર્યકર રમેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમના આયોજનની ઉત્સાહપૂર્વક આયોજન કરવામાં આવ્યુ હતું.
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના બાળકો ના યજમાન પદે યોજાયેલી આ સરસ્વતી મહાપૂજા યજ્ઞથી ભારતીય સંસ્કૃતિના વારસાનું જતન અને બાળકોમાં શિસ્ત-સંસ્કાર અને સમય પાલનતાના ગુણોનો વિકાસ થશે. બાળકો ભારતીય સંસ્કૃતિના વારસાને જાળવી રાખે જેથી આજનું યુવાધન જે ગેરમાર્ગે દોરાઇ રહ્યું છે તેમાં પણ જાગૃતિ આવશે.
સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુર ખાતે નવીન પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓએ આ સરસ્વતી મહાપૂજા યજ્ઞ ની વિધિ દ્વારા પ્રવેશોત્વ યોજનાર ગુજરાતની પ્રથમ શાળા બની હતી.આ પ્રસંગે સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ,પાલનપુરના તમામ વિદ્યાર્થીઓ,ગુરુજીઓ,મંડળના પદાધિકારીઓ સહિત વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.