6 વ્યકિત સામેે ફરિયાદ:પાલનપુરની યુવતીને મહેસાણા ઘર બતાવવા લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યુ

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નરાધમ સહિત મદદગારી કરનારા 6 વ્યકિત સામેે ફરિયાદ

પાલનપુર રહેતી અન્ય રાજ્યની એક યુવતીને બળજબરી પૂર્વક મહેસાણા ઘર બતાવવા લઇ જઇ એક શખ્સ સાથે મરજી વિરુદ્ધ લગ્ન કરાવી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે નરાધમ સહિત મદદગારી કરનારા 6 વ્યકિતઓ સામે હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. પાલનપુર રહેતી અન્ય રાજ્યની યુવતી તેની માસીના ઘરે ગઇ હતી. ત્યારે સબંધી દાંતાના બોરડીયાલાના પુષ્પાબેન અને તેનો પતિ રાજુભાઇ જગતાભાઇ બુંબડીયા ચા પાણી કરવા આવ્યા હતા. જે પછી યુવતીને ફોન કરી તેમના ઘરે બોલાવી હતી.

જ્યાં દસ દિવસ રોકાઇ હતી. દરમિયાન બંનેએ મહેસાણા એક પટેલનો છોકરો છે. તેની સાથે લગ્ન કરવા માટે કહી મહેસાણાની પાંચોટ નગર સોસાયટીના ચેતનભાઇ કેશલલાલ પટેલને બોલાવ્યો હતો. દરમિયાન તારીખ 19/09/2022ના દિવસે પુષ્પાબેન અને રાજુભાઇએ મહેસાણા ચેતનભાઇનું ઘર જોવા જવાનું કહી બળજબરી પૂર્વક ઇકોમાં બેસાડી મહેસાણા લઇ ગયા હતા.

જ્યાં પુષ્પાબેન, રાજુભાઇ, ચેતનભાઇ પટેલ તેમની માતા સીતાબેન કેશલલાલ પટેલ, તેમનો ભાઇ સંજયભાઇ કેશવલાલ પટેલ અને તેમની પત્ની મધુબેન સંજયભાઇ પટેલે મરજી વિરૂધ્ધ ચેતનભાઇ પટેલ સાથે લગ્ન કરાવી 17 દિવસ સુધી ગોંધી રાખી હતી. દરમિયાન ચેતન પટેલે તેણીની ઉપર અવાર- નવાર બળાત્કાર ગુજાર્યો હતો. આ અંગે તેણીએ દાંતાના હડાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામની સામે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

યુવતીને દાગીના ચોરીની ધમકી આપી
મહેસાણા ગોંધી રખાયેલી યુવતીને ચેતન પટેલ સહિત પરિવારજનોએ જો તુ અહિંથી જતી રહેશે તો સોના- ચાંદીના દાગીના અને પૈસાર લઇને જતી રહી છે તેવો આરોપ મુકવાની ધમકીઓ આપી હતી. જોકે, તેણીએ કાદકુદી કરતાં આખરે સંજયભાઇ અને તેની પત્ની મધુબેન તેણીને ઘરે મુકી ગયા હતા.
યુવતીના પિતાને પણ ધમકીઓ આપી
પોતાની દીકરીને લઇ જનારા શખ્સો વિરૂધ્ધ પિતાએ અલગ અલગ જગ્યાએ અરજીઓ આપી હતી. આથી રાજુભાઇએ ફોન ઉપર તેમને અરજીઓ પાછી ખેંચી લો નહિતર તને અને તારી પત્નીને જાનથી મારી નાંખીશુ તેવી ધમકીઓ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...