દુર્ઘટના:પાલનપુરમાં પસ્તીના ગોડાઉનમાં આગ લાગી,ત્રણ પશુઓ ભડથું

પાલનપુર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગોડાઉનમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન

પાલનપુર - ડીસા હાઇવે નજીક આવેલા પસ્તી અને ભંગારના ગોડાઉનમાં સોમવારે રાત્રે અચાનક આગ લાગતાં અફરા- તફરી મચી જવા પામી હતી. જ્યાં દોડી આવેલી ફાયરની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

પાલનપુર - ડીસા હાઇવે નજીક આવેલા ભંગાર અને પસ્તીના ગોડાઉનમાં સોમવારે આગ લાગી હતી. ગોડાઉનના સંચાલકે જણાવ્યું કે, શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન છે. જેમાં માલ- સમાન બળીને ખાખ થઇ ગયો હતો. દરમિયાન પાલિકા ફાયરની ટીમ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ત્રણ જેટલા પશુઓ બળીને ભડથું થઇ ગયા હતા. જોકે, આ અંગે ફરિયાદ નોંધાઇ નથી.

અન્ય સમાચારો પણ છે...