વડગામ તાલુકાના હરદેવાસણા ગામે બુધવારે વહેલી સવારે ખેતરમાં કામ કરતા વ્યક્તિ ઉપર જંગલી પ્રાણીએ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. જેમને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જોકે, હુમલો કરનાર પ્રાણીની ઓળખ થઈ શકી ન હતી. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભય પ્રસરી ગયો હતો.
વડગામ તાલુકાના હરદેવાસણા ગામે વહેલી સવારે ઉકરડા પાછળ સંતાયેલા એક જંગલી હિંસક પ્રાણીએ ખેતીનું કામ કરવા ગયેલા વાલાજી ધુળાજી ઠાકોર ઉપર અચાનક હુમલો કર્યો હતો. વાલાજી ઠાકોરે હિંસક પ્રાણીનો પ્રતિકાર કરવા સાથે બુમા બૂમ કરતા આસપાસના લોકો એકત્રિત થઈ ગયા હતા.
જેમણે ઇજા ગ્રસ્તને વડગામ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, જંગલી પ્રાણી સેંભર ગામની પહાડીઓ તરફ નાસી છૂટ્યું હતું. કયું પ્રાણી હતું તેની ઓળખ થઈ ન હતી. સેંભર ગોગની પહાડીઓ માંથી અવાર નવાર જંગલી પ્રાણીઓ બહાર નીકળી ખેતરો તેમજ રોડ ઉપર ટહેલતા જોવા મળે છે. અને લોકો ઉપર હુમલાઓ કરતા હોવાની ઘટનાઓ પણ વારનવાર બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.